ફ્રેન્ચ ઓપન : સાત્વીક અને ચિરાગની જોડી સેમિફાઇલમાં
Live TV
-
ડેનમાર્કની જોડી કીમ એસ્ટ્રક અને એન્ડર્સની જોડી આપી માત
સાત્વીક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીએ મેન્સ ડબલ્સ મેચમાં ડેનમાર્કની જોડી કીમ એસ્ટ્રક અને એન્ડર્સની જોડીને 21-13, 22-20થી હરાવી સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. ભારતીય બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલને ફ્રેન્ચ ઓપનના ક્વાર્ટર ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. 49 મિનિટ સુધી ચાલેલી મેચમાં સાયનાને કોરિયાની એન.સી.યંગે 22-20, 23-21થી હરાવી હતી.
ચોથા દિવસે ભારતની શરૂઆત સાયનાની મેચથી થઈ પરંતુ તે સીધા સેટમાં હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ હતી. પી.વી.સિંધુની યુનોની ક્વાર્ટર ફાઈનલ પુરી થઈ છે. પી.વી.સિંધુને તાઈવાનની તાઈ ઝૂ યીંગે 74 મિનિટની મેચમાં 16-21, 26-24, 17-21થી હરાવી હતી.