BCCIના 39માં અધ્યક્ષ તરીકે પદગ્રહણ કરશે સૌરવ ગાંગુલી
Live TV
-
ગાંગુલીની સાથે સાથે બોર્ડના અન્ય સભ્યો પણ પોત પોતાની જવાબદારી સંભાળી લેશે.
ભારતીય ક્રિકેટ ટીમમાં સૌથી સફળ કેપ્ટન ગણાતા સૌરવ ગાંગુલી આજે બીસીસીઆઈની સામાન્ય વાર્ષિક બેઠકમાં બીસીસીઆઈના 39માં અધ્યક્ષ તરીકે પદગ્રહણ કરશે.
જેવું સૌરવ ગાંગુલી પદગ્રહણ કરશે કે આ સાથે જ સુપ્રીમકોર્ટ તરફથી નીમાયેલા સીઓએના 33 મહિનાના કાર્યકાળનો અંત આવશે. ગાંગુલીનું બીસીસીઆઈ તરીકેનું નામાંકન સર્વસંમતિથી થયું છે. ગાંગુલીની સાથે સાથે બોર્ડના અન્ય સભ્યો પણ પોત પોતાની જવાબદારી સંભાળી લેશે. જેમાં સચિવ તરીકે જય શાહ, ઉપાધ્યક્ષ તરીકે ઉત્તરાખંડના મહિમ વર્મા અને કોશાધ્યક્ષ તરીકે અરુણ ધુમલ પદભાર સંભાળશે.