બ્રિસ્ટલ-ભારતે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટ્વેન્ટી-20 મેચ જીતી શ્રેણી પર કબજો મેળવ્યો
Live TV
-
ભારત માટે રોહિત શર્માએ ઝડપી બેટીંગ કરી 56 બોલમાં 11 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી અણનમ સદી કરી હતી
બ્રિસ્ટલમાં ભારતે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટ્વેન્ટી-20 મેચ સાત વિકેટે જીતી શ્રેણી પર 2-1થી કબજો કર્યો છે. બ્રિસ્ટલમાં રવિવારે રમાયેલી ત્રીજી ટ્વેન્ટી-20 ક્રિકેટ મેચમાં ઈંગ્લેન્ડે આપેલા 199 રનનું લક્ષ્યાંક ભારતે ત્રણ વિકેટે ગુમાવી 18.3 ઓવરમાં હાંસલ કર્યું હતું. ભારત માટે રોહિત શર્માએ ઝડપી બેટીંગ કરી 56 બોલમાં 11 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી અણનમ સદી કરી હતી. આ તેની ત્રીજી સદી હતી. વિરાટ કોહલીએ 43 રનનું યોગદાન આપ્યું હતું. હાર્દિકે 14 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 33 રન કર્યા હતા. હાર્દિકે 38 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડ તરફથી જેસન રોયે 67, બટલરે 34 જ્યારે હેલ્સે 30 રનનું યોગદાન આપ્યું હતું. સિદ્ધાર્થ કોલે બટલરને બોલ્ડ કરીને પ્રથમ આંતરરાષ્ટ્રીય વિકેટ ઝડપી હતી.