ભારતીય જિમ્નાસ્ટ દિપા કરમાકરે વર્લ્ડ ચેલેન્જ કપમાં ગોલ્ડમેડલ જીત્યો
Live TV
-
એશિયન ગેમ્સ શરૂ થવામાં એક મહિના જેટલો સમય બાકી છે, ત્યારે દિપાની સફળતા ઉત્સાહ વધારનારી બની રહેશે.
ભારતીય જિમ્નાસ્ટ દિપા કરમાકરે ઈજામાંથી બહાર આવ્યા બાદ તુર્કીમાં યોજાયેલ વર્લ્ડ ચેલેન્જ કપમાં ગોલ્ડમેડલ જીત્યો છે. દિપાએ વોલ્ટ ઈવેન્ટમાં 14.150ના સ્કોર સાથે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ફાઈનલમાં ઈન્ડોનેશિયાની રિફદા, ઈરફાના લુથ્ફીએ સિલ્વર જ્યારે તૂર્કીની ગોકસા યુકટાસ સાન્લીએ બ્રોન્ઝ મડેલ મેળવ્યો છે. એશિયન ગેમ્સ શરૂ થવામાં એક મહિના જેટલો સમય બાકી છે, ત્યારે દિપાની સફળતા ઉત્સાહ વધારનારી બની રહેશે.