લીડ્સમાં 8 વિકેટથી જીત્યું ઈંગ્લેન્ડ, ભારત વનડે શ્રેણી 1-2થી હાર્યું
Live TV
-
આ સાથે ભારતના સતત વન શ્રેણી જીતવાના અભિયાનનો અંત આવી ગયો છે.
ટીમ ઈન્ડિયાને લીડ્સના હેડિંગ્લે મેદાન પર ત્રણ મેચની વનડે શ્રેણીના ત્રીજા અને નિર્ણાયક મેચમાં ઈંગ્લેન્ડના હાથે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. યજમાન ઈંગ્લેન્ડે આ શ્રેણી 2-1થી પોતાના નામે કરી લીધી છે. આ સાથે ટીમ ઈન્ડિયાનું સતત 10મી દ્વિપક્ષીય વનડે ઈન્ટરનેશનલ શ્રેણી જીતવાનું સપનું પણ તૂટી ગયું છે. ભારતનો અંતિમવાર જાન્યુઆરી 2016માં દ્વિપક્ષીય વનડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા સામે 1-4થી પરાજય થયો હતો. આ વચ્ચે ભારતે સતત 9 શ્રેણી જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ નિર્ણાયક મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 256 રન બનાવ્યા અને ઈંગ્લેન્ડને જીત માટે 257 રનનો ટાર્ગેટ આપ્યો. આસાન લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડે 44.3 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 260 રન બનાવી લીધા અને મેચની સાથે શ્રેણી પણ પોતાના નામે કરી લીધી હતી.