લંડનમાં મહિલા હોકી વર્લ્ડ કપનો પ્રારંભ. ભારતની ઇંગ્લેન્ડ સામે ટક્કર
Live TV
-
લંડનમાં શનિવારથી મહિલા હોકી વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે. પહેલી મેચમાં ભારતની ટક્કર ઇંગ્લેન્ડ સાથે થશે.
મહિલા હોકી વર્લ્ડ કપની પહેલી મેચમાં આજે ઓલિમ્પિક વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલી ઇંગ્લેન્ડની ટીમ સામે ભારતની ટક્કર થશે. પુલ બીમાં ભારત 26 જુલાઈએ આયર્લેન્ડ તથા 29 જુલાઇએ અમેરિકા સામે ટકરાશે. અમેરિકા વિશ્વની 7મા નંબરની ટીમ છે.
આ ટુર્નામેન્ટ પહેલા ભારતીય મહિલા હોકી ટીમનાં કપ્તાન રાનીએ જણાવ્યું હતું કે દબાણ ટીમની ટીમ પર નહીં પણ ઇંગ્લેન્ડની ટીમ પર છે. ઉલ્લેખનીય છે કે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા હોકી ટીમે ઇંગ્લેન્ડની ટીમને પરાજય આપ્યો હતો. હોકી વર્લ્ડ કપમાં ભારતીય મહિલા હોકી ટીમનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 1974માં હતું જ્યારે તે ચોથા ક્રમે હતી.