ભારતીય ક્રિકેટ ટીમની વિશ્વ કપ પહેલા પત્રકાર પરિષદ
Live TV
-
કપ્તાન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ પ્રેસને સંભોદયા
વર્લ્ડ કપ રમવા ઈંગ્લેન્ડ માટે રવાના થતાં પહેલાં ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે ટીમ સારી ક્રિકેટ ગેમ રમવાની પ્રાથમિકતા ધરાવે છે. તેમણે એમ પણ કહ્યું કે ટીમ સંતુલિત છે અને તમામ ખેલાડી ફીટ છે. ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ પણ પત્રકારોને જણાવ્યું હતું કે, ખેલાડીઓ આ ટુર્નામેન્ટને સામાન્ય ટુર્નામેન્ટ માનીને રમવા ઉતરશે તો જરૂરથી કપ જીતવામાં સફળ થશે.ક્રિકેટ વિશ્વ કપની શરૂઆત 30 મે 2019થી થશે.ભારત પોતાના વિશ્વ કપની શરૂઆત 5 મે ના રોજ દક્ષિણ આફ્રીકા સામેની મેચથી કરશે.