ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ કપ માટે ઇંગ્લેન્ડ પહોંચી
Live TV
-
ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ કપ માટે ઇંગ્લેન્ડ પહોંચી ગઇ છે. વિશ્વ કપની શરૂઆત 30 મે થી થશે. ભારતીય ટીમ 5મી જૂને દક્ષિણ આફ્રિકા સામે સાઉથહેમ્પટનમાં પોતાની પહેલી મેચ રમશે. આ પહેલા 25 મે એ ભારત માટે મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે તે પોતાની પહેલી પ્રેકટીસ મેચ ન્યુઝીલેન્ડ સામે રમશે.
ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ માટે બુધવારે વહેલી સવારે રવાના થઇ હતી. તે પહેલા કપ્તાન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ પત્રકાર પરિષદમાં હાજરી આપી હતી. વિરાટ કોહલી કપ્તાનની ભૂમિકામાં પ્રથમ વખત વિશ્વ કપમાં ભાગ લઇ રહ્યા છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારત અંડર-19 વિશ્વ કપમાં વિજયી રહ્યું છે.