ભારતીય ટીમ ICC ટેસ્ટ રેન્કિગમાં પ્રથમ
Live TV
-
ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કગેસો રબાડાએ નવા વર્ષની શરૂઆત આઈસીસી રેન્કિંગમાં ટોચ ઉપર રહીને કરી છે. બેટ્સમેનના ટેસ્ટ રેન્કિંગમાં કોહલી 937 અંક સાથે ટોચ ઉપર છે. ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પ્રથમ ઇનિંગ્સમાં 82 રન બનાવ્યા બાદ બીજા દાવમાં શૂન્ય રને આઉટ થયા હતા. તેમ છતાં તે ઇંગ્લેન્ડના કેમ વિલિયમ્સથી 34 અંક આગળ છે. કોહલીએ આ વર્ષે ટેસ્ટમાં 1322 રન બનાવ્યા છે. ચેતેશ્વર પુજારા ચોથા ક્રમે છે. વિકેટ કીપર ઋષભ પંતને 10મા ક્રમનો ફાયદો થયો છે. તે 38મા ક્રમે પહોંચ્યો છે. તે તેની કારકિર્દીની શ્રેષ્ઠ રેન્કિંગમાં છે. મેલબોર્નમાં 10 વિકેટ ઝડપનાર જસપ્રીત બુમરાહને 16 ક્રમનો ફાયદો થયો છે. તે 12માં ક્રમે પહોંચ્યો છે. હરમનપ્રીત કૌરને આઈસીસીએ ગઇકાલે જાહેર કરેલ વર્ષની મહિલા ટી-ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ટીમની કેપ્ટન બનાવી છે. જેમાં સ્મૃતિ મંધાના અને પુનમ યાદવને સ્થાન મળ્યું છે. ઓપનીંગ બેટ્સમેન મંધાના અને લેગસ્પીનર યાદવને ન્યૂઝીલેન્ડની કેપ્ટન સુઝીની આગેવાનીમાં પસંદ કરેલી વન-ડે ટીમમાં સ્થાન મળ્યું છે. આ પસંદગી વર્ષ 2018ના પ્રદર્શનના આધારે કરાયું છે.