ભારત ટેસ્ટમાં તો ઈંગ્લેન્ડ વનડેમાં નંબર વન
Live TV
-
ભારત અને ઈંગ્લેન્ડે ગુરૂવારે આઈસીસીના વાર્ષિક રેન્કિંગ અપડેટ બાદ ક્રમશઃ ટેસ્ટ અને વનડેમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે.
ભારત અને ઈંગ્લેન્ડે ગુરૂવારે આઈસીસીના વાર્ષિક રેન્કિંગ અપડેટ બાદ ક્રમશઃ ટેસ્ટ અને વનડેમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. આઈસીસીના નિવેદન અનુસાર રેન્કિંગમાં અપડેટ 2015-2016ની સિરીઝોના પરિણામોના હટાવ્યા બાદ કરવામાં આવી છે અને 2016-17 અને 2017-2018ના પરિણામોના 50 ટકા પોઈન્ટ સામેલ કરવામાં આવ્યા છે. વર્ષ 2019ના વિશ્વ કપમાં હવે એક મહિના કરતા ઓછો સમય બાકી છે અને ઈંગ્લેન્ડ વનડેમાં નંબર વન ટીમ છે પરંતુ ભારત અંતર ઓછું કરવામાં સફળ રહ્યું જે હવે માત્ર બે પોઈન્ટ છે. ટેસ્ટ રેન્કિંગમાં ભારત અને બીજા સ્થાને રહેલા ન્યૂઝીલેન્ડ વચ્ચે માત્ર 2 પોઈન્ટનો ફેર છે.