હિંમતનગરમાં આજથી બે દિવસ માટે ગુજરાત કક્ષાનો કરાટે કેમ્પ
Live TV
-
સાબરકાંઠાના હિમતનગરમાં આજથી બે દિવસ માટે ગુજરાત કક્ષાના કરાટે કેમ્પનો પ્રારંભ થયો છે. જેમાં સમગ્ર ગુજરાતના ૧૦૦ થી વધુ બ્લેક બેલ્ટ ખેલાડીઓ વિશેષ ટ્રેનિંગ લઇને આગામી એશિયન ઓલિમ્પિકમાં ગુજરાતને ગૌરવ અપાવવા કટિબદ્ધ બન્યા છે.
કરાટેને ઓલિમ્પિકમાં ગેમ્સ તરીકે સ્થાન મેળવ્યા બાદ આગામી સમયમાં ભારતને પણ ગોલ્ડ મેડલ મળે તે માટે પ્રયાસ કરાયો છે. કેમ્પમાં રાજ્યના ૭ કોચ સહીત સમગ્ર ગુજરાતના બ્લેક બેલ્ટ ખેલાડીઓનો પણ સમાવેશ કરાયો છે. આ કેમ્પ દ્વારા આગામી એશિયન ગેમ્સ સહિત ઇન્ટરનેશનલ તમામ સ્પર્ધાઓ માટે તૈયારી કરવાનું આયોજન હાથ ધરાયું છે.