મહિલા ટી20 વિશ્વકપઃ આયર્લેન્ડને પરાજય આપી ભારતીય ટીમ ત્રીજીવાર સેમીફાઇનલમાં
Live TV
-
આ મેચમાં મિતાલીએ 56 બોલમાં 51 રન બનાવ્યા હતા. તેણે સ્મૃતિ મંધાના (29 બોલમાં 33 રન)ની સાથે પ્રથમ વિકેટ માટે 67 અને જેમિમા રોડ્રિગ્સ (18 રન)ની સાથે બીજી વિકેટ માટે 40 રન જોડ્યા હતા.
ગયાનામાં ગુરૂવારે રમાયેલી મહિલા ટી20 વિશ્વકપની મેચમાં આયર્લેન્ડને કારમો પરાજય આપીને ભારતીય ટીમ આઈસીસી મહિલા વિશ્વકપ ટી20ના સેમીફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે.
મિતાલી રાજની અડધીસદી અને સ્પિનરોની શાનદાર બોલિંગની મદદથી ભારતીય ટીમે આયર્લેન્ડને 52 રને પરાજય આપ્યો હતો.
આ મેચમાં મિતાલીએ 56 બોલમાં 51 રન બનાવ્યા હતા. તેણે સ્મૃતિ મંધાના (29 બોલમાં 33 રન)ની સાથે પ્રથમ વિકેટ માટે 67 અને જેમિમા રોડ્રિગ્સ (18 રન)ની સાથે બીજી વિકેટ માટે 40 રન જોડ્યા હતા. જેનાથી ભારત 6 વિકેટે 145 રન બનાવવામાં સફળ રહ્યું હતું. જેના જવાબમાં આયર્લેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 93 રન બનાવી શકી હતી.
ભારત તરફથી સ્પિનર રાધા યાદવે 25 રન આપીને ત્રણ તથા ઓફ સ્પિનર દીપ્તિ યાદવે 15 રન આપીને બે વિકેટ ઝડપી હતી. બેટિંગમાં નિષ્ફળ રહેલી હરમનપ્રીત કૌરે ચાર ઓવરમાં 10 રન આપીને એક સફળતા મેળવી હતી. પૂનમ યાદવે ચાર ઓવમાં 14 રન આપીને એક વિકેટ મેળવી હતી.
આ પહેલા ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનને હરાવનાર ભારતના ત્રણ મેચોમાં છ પોઈન્ટ થઈ ગયા છે. તે ગ્રુપ બીમાં ઓસ્ટ્રેલિયા બાદ સેમીફાઇનલમાં સ્થાન મેળવનારી બીજી ટીમ છે. ભારત પોતાનો અંતિમ મેચ 17 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે, જેનાથી ગ્રુપમાં ટોપ રહેનારી ટીમ નક્કી થશે.