મહિસાગરઃ પ્રભાતની વોલિબોલ માટે પસંદગી, સરકાર ઉઠાવશે ખર્ચ
Live TV
-
રમત ગમત ક્ષેત્રે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પસંદગી કરી તેમનું ઉજ્જવળ ભાવિ ઘડવા સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા, વોલિબોલના ખેલાડીની પસંદગી માટે હાઈટ હન્ટ ટેસ્ટ યોજાયો હતો.
જેમાં મહિસાગર જિલ્લામાંથી લુણાવાડાની સરદાર પટેલ વિદ્યાલયમાં અભ્યાસ કરતા અને સૈનિક પુત્ર પ્રભાત સુરપાલ સિંહ રાઠોડની પસંદગી થતાં શિક્ષકો અને પરિવારજનોમાં આનંદ છવાઈ ગયો હતો.
પ્રભાતે હાંસલ કરેલી સિદ્ધીને કારણે , તેના આગળના અભ્યાસ અને રમત ગમતનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે. પ્રભાત પોતાની પસંદગીની શાળા બ્લીસ ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ માણસા ખાતે આગળનો અભ્યાસ કરશે.