મુંબઈએ કોલકત્તાને 102 રને આપ્યો પરાજય
Live TV
-
મુંબઈ ઈન્ડિયન્સે કોલકત્તા નાઇટ રાઈડર્સને હરાવીને પ્લેઓફની આશા જીવંત રાખી છે.
કોલકાતા : કોલાકાતા ઇડનગાર્ડનમાં કોલકાતા નાઇટ રાઇડર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં મુંબઈએ ૨૧૧ રનના આપેલા ટાર્ગેટ સામે કોલકાતાની ટીમ ૧૮ ઓવરના અંતે ૧૦૮ રન બનાવી ઓલ આઉટ થઇ ગઈ હતી. કોલકાતા નાઇટ રાઇડની કંગાળ શરૂઆત થઇ હતી. પ્રથમ ઓવરમાં જ મેક્લેગને વિકેટ ઝડપીને ખાતુ ખોલાવ્યું હતું. જોકે, કોલકાતાના બેટ્સમેનમાંથી લીન અને રાણા સિવાય કોઇ સારુ રમી શક્યું ન હતુ. લીન અને રાણાએ કોલકાતા માટે સૌથી વધુ ૨૧ રન ફટકાર્યા હતા. ઉથ્થપાએ ૧૪, રસેલે ૨, ર્કાિતકેઔપાંચ અને આરકે સિંહે પાંચ રન ફટકાર્યા હતા. અગીયારમી ઓવર વખતે જ કોલકાતાની હાર નિશ્ચિત જોવા મળી હતી. પિયુષ ચાવલા અને કુરેને લક્ષ્યાંક સુધી પહોંચવા માટે તમામ પ્રયત્નો કર્યા હતા. બીજી તરફ મુંબઈના બોલર હાર્દિક પંડયાએ મહત્ત્વની બે વિકેટ ઝડપીને રાણા અને રસેલને પેવેલિયન તરફનો રસ્તો બતાવ્યો હતો. જ્યારે મેક્લેગને, બુમરાહ, માર્કન્ડે, કુણાલ અને કટિંગે એક-એક વિકેટ ઝડપીને મુંબઈને શાનદાર જીત આપવી હતી.