રાજસ્થાનની 15 રને જીત, પંજાબની હાર
Live TV
-
IPL-11ના 40મા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઈલેવન પંજાબને 15 રને હરાવ્યું છે.
IPL-11ના 40મા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઈલેવન પંજાબને 15 રને હરાવ્યું છે. 159 રનના ટાર્ગેટનો પીછો કરતાં પંજાબની ટીમ 7 વિકેટના નુકસાને 20 ઓવરમાં 143 રન બનાવી શક્યું હતું. કેએલ રાહુલે સતત બીજી મેચમાં ફિફ્ટી મારતાં 95 રને નોટઆઉટ રહ્યો. આ પહેલાં રાજસ્થાને ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાને 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 158 રન બનાવ્યાં હતા. જોસ બટલરે શાનદાર ઈનિંગ્સ રમતા સતત ત્રીજી મેચમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. બટલરે સૌથી વધુ 82 રન બનાવ્યાં હતા, જેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. પંજાબના એન્ડ્રુ ટાયએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.