વિશ્વકપમાં ભારતનો બાંગ્લાદેશ સામે વિજય
Live TV
-
લોકેશ રાહુલ અને મહેન્દ્રસિંહ ધોનીની સદીની મદદથી ભારતે વિશ્વકપના બીજી અભ્યાસ મેચમાં બાંગ્લાદેશને 95 રને હરાવ્યું છે. ધોનીએ 78 બોલમાં આઠ ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 113 જ્યારે રાહુલે 99 બોલમાં 12 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 108 રન બનાવ્યા હતા. ભારતે જીત માટે આપેલ 360 રનના વિશાળ લક્ષના જવાબમાં બાંગ્લાદેશ ટીમ 49.3 ઓવરમાં 265 રને આઉટ થઈ હતી. બાંગ્લાદેશ તરફથી રૂબેલ હુસૈન અને શાકિબ અલ હસને બે - બે વિકેટ, મુસ્તાફિજુર, સૈફુદીન અને શબ્બીરે એક - એક વિકેટ ઝડપી હતી.