18મી એશિયન ગેમ્સમાં ભારત કુલ 15 ચંદ્રકો મેળવીને સાતમા સ્થાન પર
Live TV
-
18મી એશિયન ગેમ્સમાં ભારત અત્યાર સુધી કુલ 15 ચંદ્રકો મેળવીને સાતમા સ્થાન પર પહોચ્યું છે જ્યારેચીન 37 સુવર્ણ 30 રજત અને 15 કાંસ્ય સાથે ટોચ ના સ્થાને
18મી એશિયન ગેમ્સમાં ભારત અત્યાર સુધી કુલ 15 ચંદ્રકો મેળવીને સાતમા સ્થાન પર પહોચ્યું છે જ્યારેચીન 37 સુવર્ણ 30 રજત અને 15 કાંસ્ય સાથે ટોચ ના સ્થાને છે. ભારતે અત્યાર સુધી ચાર સુવર્ણ ત્રણ રજત અને આઠ કાંસ્ય પદક પ્રાપ્ત કર્યા છે. ગેમના ચોથા દિવસે 25 મીટર એર રાઈફલમાં રાહી સરનોબતે સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો છે. તો બીજી તરફ હોકીમાં ભારતે ચોથા દિવસે સૌથી મોટી જીત નોંધાવી છે અને 86 વર્ષ જૂનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. ભારતે 18માં એશિયન ગેમ્સના ચોથા દિવસ બુધવારે પુરુષ હોકી સ્પર્ધામાં હોંગ કોંગને 26 -ગોલે હરાવી સ્પર્ધામાં પોતાની સતત બીજી જીત નોંધાવી છે. પુરુષ હોકીના ઈતિહાસમાં ભારતની આ સૌથી મોટી જીત છે. આ પહેલા વર્ષ 1932ના ઓલિમ્પિકમાં ભારતે અમેરિકા ને 24-1 થી હરાવ્યું હતું. ભારત તરફથી રુપિંદરપાલસિંહ હરમનપ્રીતસિંહ અને લલિત ઉપાધ્યાયે 4-4 ગોલ કર્યા છે. આકાશ દીપે 3 અને વરુણ કુમાર-મનપ્રીતસિંહે 2-2 ગોલ કર્યા છે. ઉલ્લેખનીય છે કે સોમવારે ઇન્ડોનેશિયા ને 17-0 થી હરાવ્યું હતું.