Skip to main content
Settings Settings for Dark

Live TV

X

સ્વચ્છ ગુજરાત: 13,000 થી વધુ ગામો ODF+ જાહેર, ગામડાઓ બનશે સ્વચ્છ, સુંદર અને સમૃદ્ધ

મુખ્ય સફળતાઓ અને પહેલોODF+ મોડેલ ગામો: ગામમાં ઘરે ઘરે શૌચાલયના નિર્માણ, ઘન અને પ્રવાહી કચરાના તેમજ સૂકા-ભીના કચરાને અલગ કરીને તેના યોગ્ય નિકાલની વ્યવસ્થાઓના પરિણામે રાજ્યના 13 હજાર કરતાં વધુ ગામડાઓને ODF+ મોડેલ ગામો જાહેર કરવામાં આવ્યા છે.ખુલ્લામાં શૌચમુક્ત રાજ્ય: મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2014 માં ‘સ્વચ્છ ભારત મિશન’ની શરૂઆત કરાવી હતી. 

Gujarati

નાણામંત્રી નિર્મલા સીતારમણે મૂડી બજારના પ્રતિનિધિઓ સાથે પ્રી-બજેટ બેઠક યોજી

"આગામી કેન્દ્રીય બજેટ 2026-27 ના સંદર્ભમાં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે મૂડી બજારના હિસ્સેદારો સાથે ચોથી પૂર્વ-બજેટ બેઠકની અધ્યક્ષતા કરી," નાણા મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું.આ બેઠકમાં નાણાં મંત્રી ઉપરાંત કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરી, આર્થિક બાબતોના વિભાગના સચિવ અને મુખ્ય આર્થિક સલાહકાર પણ હાજર રહ્યા હતા.

Gujarati

મતદાર યાદી સુધારણા ઝુંબેશ: દિવ્યાંગો, સિનિયર સિટીઝન્સ માટે વિશેષ કેમ્પનું આયોજન થશે

આ પ્રક્રિયામાં નાગરિકોનો અપ્રતિમ સહકાર મળી રહ્યો છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગજનો, સિનિયર સિટીઝન તથા વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને એન્કાઉન્ટર (ગણતરી) ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી ન પડે તેની ખાસ દરકાર લેવામાં આવી રહી છે.મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાએ આ સમુદાયો માટે સહાયક અભિગમ દર્શાવતા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને પત્રના માધ્યમથી અનુરોધ કર્યો છે:

Gujarati

જાપાન ડેફલિમ્પિક્સ: અનુયા પ્રસાદે શૂટિંગમાં ગોલ્ડ જીતી વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, ભારતને વધુ મેડલ

10 મીટર એર પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં અનુયા પ્રસાદે ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે પ્રાંજલી પ્રશાંત ધુમલે સિલ્વર મેડલ મેળવ્યો.ગોલ્ડ મેડલ જીતવાની સાથે, અનુયાએ ડેફલિમ્પિક્સ ફાઇનલનો વર્લ્ડ રેકોર્ડ (241.1) તોડ્યો.તેણે ક્વોલિફિકેશન વર્લ્ડ રેકોર્ડ તોડીને ફાઇનલમાં પ્રવેશ કર્યો અને સિલ્વર મેડલ (236.8) જીત્યો.

Gujarati

આંગણવાડીમાં બાળકોની સુષુપ્ત શક્તિઓને ખીલવવી એ જ ઉત્તમ કર્મ: ધર્મિષ્ઠાબેન ગજ્જર

મહિલા સેવા સંઘ, ચાંદખેડાના ઉપક્રમે વિસતમાતા મંદિર વિસ્તારની આંગણવાડી. ધર્મિષ્ઠાબેન ગજ્જરે આંગણવાડીના બાળકોને જરૂરિયાત મુજબની સાધન-સામગ્રીની કિટ્સ અને વિવિધ હરીફાઈના વિજેતા ભૂલકાઓને ઇનામ વિતરણ કર્યું હતું. તેમણે વાલીઓને બાળકોને મોબાઈલ જ્ઞાનનો ઉપયોગ સમજપૂર્વક કરાવવા અને વિશ્વવિભૂતિઓના જીવન વિશેના પુસ્તકો વાંચવા પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર રીટાબેન પટેલ અને રાકેશ બ્રહ્મભટ્ટ, મહિલા સેવા સંઘના પ્રમુખ તરલાબેન વાણીયા સહિત અનેક સામાજિક અગ્રણીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati

ભારતની ઉર્જા સુરક્ષા મજબૂત: અમેરિકા પાસેથી 2.2. મિલિયન ટન LPG આયાત કરવા માટે ઐતિહાસિક કરાર

આ કરાર ભારતના વાર્ષિક એલપીજી આયાતના આશરે દસ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે અને ભારતીય બજાર માટે આ પ્રકારનો પ્રથમ સંરચિત યુએસ એલપીજી કરાર છે. કેન્દ્રીય મંત્રીએ આ ઐતિહાસિક નિર્ણયને વિશ્વના સૌથી મોટા અને સૌથી ઝડપથી વિકસતા એલપીજી બજારોમાંના એકને યુએસ માટે ખોલવા સમાન ગણાવ્યો છે.

Gujarati

ભાવનગરમાં ભવ્ય 'સરદાર@150 : યુનિટી માર્ચ' યોજાઈ; એકતાનું સ્વપ્ન દેશની પ્રગતિનો આધાર: મંત્રી જીતુભાઈ વાઘાણી

આ રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત આજે ભાવનગર ખાતે પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની ભવ્ય **'સરદાર@150 : યુનિટી માર્ચ'**નું આયોજન કરવામાં આવ્યું હતું.ભાવનગર પશ્ચિમ વિસ્તારના જશોનાથ સર્કલથી મસ્તરામ મંદિર સુધી યોજાયેલી આ ભવ્ય પદયાત્રા રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની હતી, જેમાં બહોળી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો હતો.

Gujarati

યુવાશક્તિના જ્ઞાન અને વરિષ્ઠોના અનુભવથી પ્રશાસનમાં પરિવર્તન લાવીશું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીએ સી.એમ. ફેલોશીપ અંતર્ગત પસંદગી પામેલા અને રાજ્ય શાસનના વિવિધ વિભાગોમાં કાર્યરત 24 સી.એમ. ફેલોના એક દિવસીય વર્કશોપનો પ્રારંભ કરાવતા આ સંબોધન કર્યું હતું.મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં 2009માં આ સી.એમ. ફેલોશીપની શરૂઆત કરાવીને તેજસ્વી યુવાઓના ઇનોવેટિવ આઇડિયાઝથી ગુડ ગવર્નન્સનો રાહ દેશને ચીંધ્યો છે.

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘સરદાર @ 150 યુનિટી માર્ચ’નો પ્રારંભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં આ ઉજવણી થઈ રહી છે, જેના ઉપલક્ષ્યમાં આ યુનિટી માર્ચ જન-જન સુધી રાષ્ટ્રીય એકતાનો ભાવ ઉજાગર કરવા માટે યોજાઇ રહી છે.મુખ્યમંત્રીએ 9 નવેમ્બરે જૂનાગઢથી રાજ્યવ્યાપી યુનિટી માર્ચનો પ્રારંભ કરાવ્યા બાદ, વિધાનસભા વિસ્તારવાઇઝ આ માર્ચના આયોજન અંતર્ગત આજે સવારે ઘાટલોડિયા મતક્ષેત્રમાં તેને ફ્લેગ ઓફ આપ્યું હતું.આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આઝાદી પછી સરદાર વલ્લભ પટેલે દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે ૫૬૨ રજવાડાઓના વિલીનીકરણથી એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું.તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ જ એ

Gujarati

ટ્રમ્પનો ટેરિફ પર યુ-ટર્ન: અમેરિકાએ કોફી અને ફળો પર ટેરિફ હટાવ્યો

ટ્રમ્પે અગાઉ ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર ૨૫% જેટલો પારસ્પરિક ટેરિફ લાદ્યો હતો.નવા નિર્ણય હેઠળ, ઉષ્ણકટિબંધીય ફળો અને રસ, ચા અને મસાલા જેવી આયાતો પર હવે પારસ્પરિક ટેરિફ લાગુ થશે નહીં.ભારત, જે કેરી, દાડમ અને ચાની નિકાસ કરે છે, તેને આ નિર્ણયથી નોંધપાત્ર ફાયદો થવાની અપેક્ષા છે.અગાઉ, ટ્રમ્પે ફુગાવાને નિયંત્રિત કરવા માટે જેનરિક દવાઓ પર પણ ટેરિફ હટાવ્યો હતો, જેનાથી ભારતને મોટો ફાયદો થયો હતો (ભારત યુએસમાં 47% જેનરિક દવાઓનો પુરવઠો પૂરો પાડે છે).

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply