Skip to main content
Settings Settings for Dark

Live TV

X

કાનપુરના ચમનગંજ વિસ્તારમાં બિલ્ડીંગમાં લાગી આગ, એક જ પરિવારના 5ના મોત

ઉત્તર પ્રદેશના કાનપુરના ચમનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રેમ નગરમાં રવિવારે રાત્રે બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતાં એક જ પરિવારના પાંચ સભ્યોના દુઃખદ મોત થયા છે. મૃતકોમાં માતા-પિતા અને તેમની ત્રણ પુત્રીઓનો સમાવેશ થાય છે. આગ બિલ્ડિંગના પહેલા અને બીજા માળે આવેલી જૂતાની ફેક્ટરીમાં લાગી હતી અને પછી ત્રીજા-ચોથા માળે ફેલાઈ ગઈ હતી. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની કુલ 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આગને સંપૂર્ણપણે કાબુમાં લેવામાં લગભગ 7 કલાક લાગ્યા. લખનઉથી SDRFની ટીમ પણ રાત્રે 1:30 વાગ્યે પહોંચી હતી. 10 ફાયરબ્રિગેડના 70થી વધુ ફાયર ફાઇટરોએ આગ બુઝાવવામાં લાગ્યા હતા.  

Gujarati

IPLની 54મી મેચમાં પંજાબે લખનઉને 37 રનથી હરાવ્યું, અર્શદીપે ઝડપી 3 વિકેટ

ઈન્ડિયન પ્રીમિયર લીગની ધર્મશાલામાં યોજાયેલી 54મી મેચમાં પંજાબ કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 37 રનથી હરાવ્યું. આ જીત સાથે પંજાબની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને આવી ગઈ છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ લખનઉની ટીમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબે પ્રભસિમરનની 91 રનની તોફાની ઇનિંગની મદદથી લખનઉને 237 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં, લખનઉની ટીમ 7 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 199 રન જ બનાવી શકી હતી.

કેવી રહી લખનઉની ઇનિંગ ?

Gujarati

અમદાવાદના ચંડોળા તળાવ ડિમોલિશનને હાઇકોર્ટની લીલીઝંડી

અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ગેરકાયદે બાંધકામો પર સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ચંડોળા તળાવ ખાતે કરવામાં આવી રહેલા મેગા ડિમોલિશનને હાઇકોર્ટે લીલીઝંડી બતાવી છે. ગુજરાત હાઇકોર્ટે ઘૂસણખોરોની અરજી ફગાવી દીધી છે. ચંડોળા તળાવ ડિમોલિશન પર હાઇકોર્ટનો કોઈ સ્ટે નહીં. જેથી ડિમોલિશનની કામગીરી ચાલુ રહેશે. આ મેગા ડિમોલિશનની કાર્યવાહીમાં લલ્લા બિહારીનું ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવ્યું છે. 

DGP વિકાસ સહાયે ચંડોળા ડિમોલિશનનું નિરીક્ષણ કર્યું

Gujarati

દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ IPLની 48મી મેચમાં આમને સામને

ઈન્ડિયન પ્રીમિયર લીગની 48મી મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આજે મંગળવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. આ મેચ બંને ટીમો માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે જો દિલ્હી જીતશે તો તે પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે આવશે, જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સને પ્લેઓફની રેસમાં રહેવા માટે જીતવાની જરૂર છે. કેપ્ટન તરીકે, અક્ષર પટેલ અને અજિંક્ય રહાણે સામસામે હશે.

બંને ટીમોની શું છે સ્થિતિ ?

Gujarati

જમ્મુ-કાશ્મીર સરકારે કાશ્મીરમાં 48 પર્યટન સ્થળો બંધ કર્યા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામ નજીક બૈસરન ઘાસના મેદાનમાં 22મી એપ્રિલે પ્રવાસીઓ પર થયેલા ભયાનક આતંકી હુમલા બાદ રાજ્ય સરકારે મંગળવારે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ, કાશ્મીર વેલીમાં 48 પર્યટન સ્થળો પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આતંકવાદીઓના ગોળીબારમાં એક નેપાળી નાગરિક અને એક સ્થાનિક નાગરિક સહિત 25 પ્રવાસીઓ માર્યા ગયા હતા. આતંકવાદીઓએ હિન્દુ પુરુષોને તેમના ધર્મના આધારે નિશાન બનાવ્યા હતા.

વેલીના કુલ 87 પર્યટન સ્થળોમાંથી 48 બંધ કરી દેવામાં આવ્યા 

Gujarati

પાકિસ્તાને ફરી યુદ્ધવિરામનું કર્યું ઉલ્લંઘન, કુપવાડા-બારામુલ્લામાં LoC નજીક ગોળીબાર

વૈશ્વિક મંચ પર આલોચનાનો ભોગ બની રહેલું પાકિસ્તાન હજી તેની હરકતો છોડતું નથી. પાકિસ્તાની સેનાએ ગઇકાલે રાતે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના કુપવાડા અને બારામુલા જિલ્લાની સરહદો ઉપરાંત અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પારથી નાના હથિયાર વડે ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ પણ તેનો પ્રભાવશાળી જવાબ આપ્યો હતો. પાકિસ્તાની સેનાએ સતત છઠ્ઠા દિવસે નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. સેનાના જણાવ્યા અનુસાર, 28-29 એપ્રિલની રાત્રે પાકિસ્તાની સેનાના ગોળીબારનો ભારતીય સેનાએ સંતુલિત અને અસરકારક રીતે જવાબ આપ્યો છે. 

27-28 એપ્રિલની રાત્રે પણ ગોળીબાર કર્યો હતો

Gujarati

પાકિસ્તાન આતંકવાદને આપે છે પ્રોત્સાહન: સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ભારતનો પ્રહાર

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર નિશાન પર લીધું હતું. ભારતે સંયુક્ત રાષ્ટ્રની બેઠક સ્પષ્ટ કહ્યું કે, પાકિસ્તાન એક દુષ્ટ રાષ્ટ્ર છે. તે આતંકવાદને પ્રોત્સાહન આપીને પ્રાદેશિક અસ્થિરતાને વધારે  છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધી યોજના પટેલે આતંકવાદ સાથે પાકિસ્તાનના સંબંધોને ટાંકીને વૈશ્વિક સમુદાયને તેમનું મૌન તોડવા આગ્રહ કર્યો  હતો.

ભારતના સ્થાયી પ્રતિનિધી યોજના પટેલે શું કહ્યું ?

Gujarati

અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ગેરકાયદે બાંધકામો પર સૌથી મોટું ઓપરેશન

જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાત સરકાર સતર્ક બની છે, ત્યારે ફરી એકવાર અમદાવાદના મિની 'બાંગ્લાદેશ' એવા ચંડોળા તળાવ ખાતે પોલીસે મોટું ડિમોલિશન હાથ ધર્યુ છે. ચંડોળા તળાવ પાસે સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે, હવે અહીં ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે. હવે અહીં ગેરકાયદે રીતે બનેલી મિલકતોને તોડી પાડવામાં આવી રહી છે. ગુજરાત પોલીસની સાથે સાથે સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, SRP તથા SOGની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. કુલ બે હજારથી વધુ જવાનો તૈનાત કરાયા છે. ઈસનપુર વિસ્તારમાં પણ મોટું પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. 

Gujarati

પાવર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના આધાર પર માર્ચમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 3 ટકાનો વધારો

વીજ ઉત્પાદનમાં તીવ્ર વધારાને કારણે માર્ચ 2025માં દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ત્રણ ટકાનો વધારો નોંધાયો હતો. આ માહિતી આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે સોમવારે જાહેર કરાયેલા આંકડામાં આપી છે. 

માર્ચમાં વીજળી ઉત્પાદનમાં 6.3 ટકાનો વધારો નોંધાયો

મંત્રાલયના આંકડા અનુસાર, માર્ચમાં વીજ ઉત્પાદનમાં 6.3 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે ખાણકામ ક્ષેત્રના ઉત્પાદનમાં 0.4 ટકાનો નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકમાં 77 ટકાથી વધુ હિસ્સો ધરાવતા ઉત્પાદન ક્ષેત્રે ત્રણ ટકાનો વધારો થયો હતો.

Gujarati

'શરિયા કોર્ટ' અને 'દારુલ કઝા'ના નિર્ણયોની કોઈ કાનૂની માન્યતા નથી: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે શરિયા કાયદા અને ફતવા સંબંધિત એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં પુનરોચ્ચાર કર્યો કે 'કાઝી કી અદાલત', 'દારુલ કઝા' અથવા 'શરિયા કોર્ટ' જેવી કોઈપણ સંસ્થાને ભારતીય કાયદા હેઠળ કોઈ માન્યતા નથી અને તેમના દ્વારા આપવામાં આવેલા કોઈપણ નિર્દેશ કે નિર્ણય કાયદેસર રીતે બંધનકર્તા નથી.

કેસમાં અલ્હાબાદ HCના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
apply