Skip to main content
Settings Settings for Dark

Live TV

X

રમતગમત ક્ષેત્રે શ્રીજેશ પીઆરને પદ્મ ભૂષણ, આર.અશ્વિન અને સત્યપાલ સિંહને પદ્મશ્રી એનાયત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ સોમવારે રાષ્ટ્રપતિ ભવનના રિપબ્લિક પેવેલિયન ખાતે આયોજિત નાગરિક સન્માન સમારોહ-1માં વર્ષ 2025 માટે 4 પદ્મ વિભૂષણ, 10 પદ્મ ભૂષણ અને 57 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કર્યા હતા. જેમાં રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનારા ત્રણ ખેલાડીઓને પદ્મ પુરસ્કાર-2025માં સન્માનિત કરવામાં આવ્યા છે.

શ્રીજેશ પી.આર. ભૂતપૂર્વ ભારતીય હોકી ગોલકીપર

Gujarati

11 છગ્ગા, 7 ચોગ્ગા અને 35 બોલમાં સદી ! 14 વર્ષના સૂર્યવંશીએ તોડ્યા ઘણા રેકોર્ડ

રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે સોમવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ મેચમાં 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો તોફાની પ્રદર્શન કર્યું હતું. વૈભવ સૂર્યવંશીએ માત્ર 35 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. તેની ઇનિંગ્સના આધારે રાજસ્થાને ગુજરાતના કુલ 210 રનનો પીછો ફક્ત 16 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને કરી દીધો હતો.  વૈભવ IPLના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં બીજા ક્રમે આવી ગયો છે.

Gujarati

દક્ષિણ ઈરાનના બંદર અબ્બાસમાં શાહિદ રાજાઈ બંદર પર પ્રચંડ વિસ્ફોટ

દક્ષિણ ઈરાનના બંદર અબ્બાસમાં શાહિદ રાજાઈ બંદર પર થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 4 લોકોના મૃત્યુ અને 500થી વધુ ઘાયલ થયા છે. વિસ્ફોટથી આસપાસના વિસ્તારો હચમચી ગયા. આ વિસ્ફોટ શાહિદ રાજાઈ બંદર વિસ્તારમાં રાખવામાં આવેલા અનેક કન્ટેનરમાં થયા હતા.

નેશનલ ઈરાની પેટ્રોલિયમ રિફાઈનિંગ એન્ડ ડિસ્ટ્રિબ્યુશન કંપનીએ જણાવ્યું હતું કે વિસ્ફોટથી પેટ્રોલિયમ પર કોઈ અસર પડી નથી. ઓમાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ વાટાઘાટોનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે.

 

Gujarati

ગુજરાત પોલીસનું મોટું અભિયાનઃ પાકિસ્તાની-બાંગ્લાદેશી નાગરિકોની તપાસ શરૂ

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની વડોદરાની મુલાકાતમાં તેમણે રાજ્યભરમાંથી પાકિસ્તાની કે બાંગ્લાદેશી નાગરિકોની ભાળ મેળવવાની પ્રક્રિયા શરૂ કરાઇ હોવાનું જણાવ્યું હતું. તે મુજબ વડોદરા પોલીસ હરકતમાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વડોદરામાં પાકિસ્તાની કે બાંગ્લાદેશી નાગરિકોની તપાસ શરૂ કરાઇ છે.

Gujarati

રાજ્યમાં આગામી 48 કલાક સુધી મહત્તમ તાપમાન યથાવત્ રહેશે

રાજ્યમાં આગામી 48 કલાક સુધી મહત્તમ તાપમાન યથાવત્ રહેશે. જ્યારે 2 દિવસ બાદ પવનની દિશા બદલાવાથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે તો સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી સુધી રહી શકે છે. 

રાજ્યના બાકીના પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. 27 એપ્રિલથી 1 મે સુધી દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળો પવન ફૂંકાઈ શકે છે તો રાજ્યનું સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 43.9 ડિગ્રી અને અમરેલીમાં 43.1 ડિગ્રી નોંધાયું છે.
 

Gujarati

કૈલાશ માનસરોવર યાત્રા જૂનથી ઓગસ્ટ દરમિયાન યોજાશે

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે જૂનથી ઓગસ્ટ દરમિયાન કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન કરાશે. મંત્રાલયે જણાવ્યું કે આ યાત્રામાં શ્રદ્ધાળુઓના જૂથ ઉત્તરાખંડમાં લીપુલેખ પાસ અને સિક્કિમમાં નાથુ-લા પાસ પાર કરશે. આ યાત્રા માટે અરજી મંત્રાલયની વેબસાઇટ પર ઓનલાઈન કરી શકાશે. જેમાં મુસાફરોની પસંદગી નિષ્પક્ષ કમ્પ્યુટર રેન્ડમ માધ્યમ દ્વારા કરવામાં આવશે.

યાત્રાળુઓ http://kmy.gov.in પર અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ ૧૩ મે, ૨૦૨૫ છે.

Gujarati

એ.આર.રહેમાન પર 'શિવ સ્તુતિ' ધૂન ચોરીનો આરોપ, 2 કરોડ રૂપિયાનો દંડ

પ્રખ્યાત સંગીત નિર્દેશક એ.આર.રહેમાન ફરી એકવાર વિવાદમાં. દિલ્હી હાઈકોર્ટે તેમને અને ફિલ્મ નિર્માણ કંપની મદ્રાસ ટોકીઝને ધૂનની નકલ કરવાના આરોપસર 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ મામલો ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ 'પોનીયિન સેલ્વન 2'ના ગીત 'વીરા રાજા વીરા' સાથે જોડાયેલો છે. કોર્ટે આ મામલે રહેમાનને નોટિસ મોકલી છે.

પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ઉસ્તાદ ફૈયાઝુદ્દીન વસીફુદ્દીન ડાગરે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે 'વીરા રાજા વીરા' ગીતની ધૂન તેમના પિતા નાસિર ફૈયાઝુદ્દીન ડાગર અને કાકા નાસિર ઝહીરુદ્દીન ડાગર દ્વારા રચિત 'શિવ સ્તુતિ'માંથી નકલ કરવામાં આવી છે.

Gujarati

એ.આર.રહેમાન પર 'શિવ સ્તુતિ' ધૂન ચોરીનો આરોપ, 2 કરોડ રૂપિયાનો દંડ

પ્રખ્યાત સંગીત નિર્દેશક એ.આર.રહેમાન ફરી એકવાર વિવાદમાં. દિલ્હી હાઈકોર્ટે તેમને અને ફિલ્મ નિર્માણ કંપની મદ્રાસ ટોકીઝને ધૂનની નકલ કરવાના આરોપસર 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ મામલો ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ 'પોનીયિન સેલ્વન 2'ના ગીત 'વીરા રાજા વીરા' સાથે જોડાયેલો છે. કોર્ટે આ મામલે રહેમાનને નોટિસ મોકલી છે.

પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ઉસ્તાદ ફૈયાઝુદ્દીન વસીફુદ્દીન ડાગરે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે 'વીરા રાજા વીરા' ગીતની ધૂન તેમના પિતા નાસિર ફૈયાઝુદ્દીન ડાગર અને કાકા નાસિર ઝહીરુદ્દીન ડાગર દ્વારા રચિત 'શિવ સ્તુતિ'માંથી નકલ કરવામાં આવી છે.

Gujarati

સિંધુ નહેર યોજના સામે પ્રદર્શન તેજઃ 'પ્રોજેક્ટ રદ ન થાય ત્યાં સુધી ધરણાં ચાલુ રહેશે'

સિંધુ નહેર પ્રોજેક્ટ સામે વિરોધ વધુ તીવ્ર, વિરોધીઓએ કહ્યું 'જ્યાં સુધી પ્રોજેક્ટ રદ ન થાય ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે'

ખૈરપુર જિલ્લાના બાબરલોઈ બાયપાસ પર વકીલો, રાજકીય પક્ષો અને અનેક નાગરિક સંગઠનોએ ધરણા પ્રદર્શન ચાલુ રાખ્યું છે. વિરોધીઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે જ્યાં સુધી સરકાર આ પ્રોજેક્ટને સંપૂર્ણપણે રદ નહીં કરે ત્યાં સુધી તેઓ વિરોધ બંધ કરશે નહીં.

પ્રદર્શનકારીઓના મતે, આ પ્રદર્શનમાં બે લાખથી વધુ લોકો ભાગ લઈ રહ્યા છે. જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક મીડિયા અનુસાર, આ વિરોધ સિંધુ નદી પર 6 પ્રસ્તાવિત નહેરોના નિર્માણનો વિરોધ છે.

Gujarati

વડોદરા સ્થિત સેન્ટ્રલ જીએસટી કમિશનરેટ દ્વારા રોજગાર મેળાનું આયોજન

આજે દેશભરમાં 47 સ્થળ પર 51 હજાર યુવાઓને રોજગારીપત્રો એનાયત કરવામાં આવ્યા. જે અંતર્ગત વડોદરા સ્થિત સેન્ટ્રલ જીએસટી કમિશનરેટ દ્વારા એફજીઆઈના સભાગૃહમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં CBIC, પોસ્ટ વિભાગ, બેંક ઓફ બરોડા, EPFO અને ઓવરસીઝ બેંક સહિતના કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો દ્વારા 120 યુવાઓને તેમની લાયકાતના આધારે નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
apply