રોબર્ટ વાડ્રાને ફરી EDનું સમન્સ, જમીન કૌભાંડ કેસમાં પૂછપરછ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ED) કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને બીજીવાર સમન્સ પાઠવ્યું છે. હરિયાણાના શિકોહાબાદ જમીન ગોટાળા સાથે જોડાયેલા કેસમાં પૂછપરછ કરવા માટે રોબર્ટ વાડ્રાને બોલાવવામાં આવ્યા છે. આ પહેલા EDએ તેમને 8 એપ્રિલના રોજ સમન્સ પાઠવ્યું હતું , પરંતુ તેઓ ED સમક્ષ હાજર રહ્યા નહતા. રોબર્ટ વાડ્રાને આજે ફરી એકવાર ED સમક્ષ હાજર થવાનું ફરમાન જાહેર કરવામાં આવ્યું છે.