મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંબેડકર જયંતી પર અમદાવાદમાં નગરયાત્રાને પ્રસ્થાન કરાવ્યું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ડૉ. ભીમરાવ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદમાં નગરયાત્રાને પ્રસ્થાન કરાવ્યું.
રખિયાલ વિસ્તારમાં ડૉ. આંબેડકર ગૌરવ નગર યાત્રા મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત આ નગરયાત્રાને મુખ્યમંત્રીશ્રીએ મંચ પરથી ફ્લેગ ઓફ કરાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ડોક્ટર બી. આર. આંબેડકરજીની છબીને પુષ્પાંજલિ અર્પણ કરીને ભારતના બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન એવા મહાપુરુષને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
મુખ્યમંત્રીએ નગરયાત્રામાં સામેલ નાગરિક બંધુઓ, ટેબ્લો પ્રસ્તુતકર્તા યુવાનો અને વિવિધ વેશભૂષામાં સજ્જ ભૂલકાઓનું અભિવાદન ઝીલ્યું હતું.