રાજયમાં વાતાવરણમાં પલટો આવ્યો
રાજયના વિવિધ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટા સાથે ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું હતું. અમદાવાદના ઘણા વિસ્તારમાં સવારે ધુમ્મસ તેમજ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ભુજ 42. 8 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. જ્યારે રાજકોટમાં 42.7, અમરેલીમાં 41. 3 ડિગ્રી, ડીસામાં 41. 2 ડિગ્રી, અને અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વડોદરામાં 38. 8 અને સુરતમાં 34. 2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે દ્વારકામાં સૌથી ઓછું 30. 2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગે આજે પોરબંદરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો રાજકોટ, કચ્છ, દીવ, જૂનાગઢ અને અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.