અમદાવાદમાં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો
અમદાવાદમાં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો, અમદાવાદ ટ્રાફિક પોલીસ સજ્જ.
ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની પાંચમી મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.
ગુજરાતે તેના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ 16 મેચ રમી છે. જેમાંથી 9માં જીત મેળવી છે તો 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેદાન પર ટીમે પોતાનું પહેલું IPL ટાઇટલ પણ જીત્યું છે.