ભારતના તબીબી ઉત્પાદન નિયમનના ક્ષેત્રમાં સહયોગ માટે આર્મેનિયા સાથે મહત્વના MoU
ભારતે તબીબી ઉત્પાદન નિયમનના ક્ષેત્રમાં સહયોગ માટે આર્મેનિયા સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.
ભારતે તબીબી ઉત્પાદન નિયમનના ક્ષેત્રમાં સહયોગ માટે આર્મેનિયા સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.
મહાશિવરાત્રી પર બિલ્વપૂજા નોંધાવનારા 3.56 લાખ જેટલા ભક્ત પરિવારોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભસ્મ, રુદ્રાક્ષ અને નમન પ્રસાદ મોકલવાનો પ્રારંભ.
મહાશિવરાત્રી પર્વે પ્રત્યેક ભક્તને સોમનાથ મહાદેવની પૂજાનો લાભ પ્રાપ્ત થાય તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર ₹25માં બિલ્વપૂજા સેવા લોન્ચ કરવામાં આવી હતી. આ આગવી પહેલને અભૂતપૂર્વ સફળતા મળી. જ્યાં 3.56 લાખથી વધુ ભક્તોએ એકસાથે એક જ પૂજામાં ભાગ લીધો હતો, જે એક અનોખો વિક્રમ છે. દેશભરના તમામ રાજ્યોમાંથી ભક્તોએ વિશેષ બિલ્વપૂજાને ઉલ્લેખનીય પ્રતિસાદ આપ્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરેશિયસની બે દિવસની મુલાકાતે પોર્ટ લુઈસ પહોંચ્યા. પીએમ મોદી આવતીકાલે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બંને દેશ ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ દ્વારા જોડાયેલા છે. લોકશાહી અને વિવિધતાના મૂલ્યોમાં સહિયારી માન્યતા બંને દેશોની તાકાત છે. તેઓ મોરેશિયસના નેતાઓ સાથે ભાગીદારી વધારવા અને લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ તેમજ હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા અને વિકાસ માટે સ્થાયી મિત્રતાને મજબૂત કરવાની તકો માટે આતુર છે. આ મુલાકાત ભારત અને મોરેશિયસ વચ્ચેના સંબંધોમાં એક નવા અને ઉજ્જવળ અધ્યાયની શરૂઆત કરશે.
રાજ્યમાં હવે ગરમીની શરૂઆત થઈ ચૂકી છે... અનેક શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે .. રાજ્યમાં ઠંડા પવાનોનું જોર ઘટતા હવે ગરમીનો પારો વધી રહ્યો છે ... રાજ્યમાં સૌથી વધુ તાપમાન ભુજમાં 39.5 ડ઼િગ્રી નોંધાયું છે.. તો ડાંગમાં 38.8 ડિગ્રી, અમરેલીમાં 38.5, રાજકોટમાં 38.8 અને અમદાવાદમાં 37.6 તેમજ સુરતમાં 36.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે... સાથે જ તાપમાનમાં પાંચ ડિગ્રી સુધીના વધારાનું અનુમાન પણ વ્યક્ત કરવામાં આવ્યું છે..
કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડાએ આજે શનિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 'મહિલા સમૃદ્ધિ યોજના' શરૂ કરી છે. આ યોજના હેઠળ, દિલ્હીની મહિલાઓને દર મહિને 2500 રૂપિયાની સીધી નાણાકીય સહાય આપવામાં આવશે. દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ જાહેરાત કરી કે, આ યોજનાને લાગુ કરવા માટે 5100 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ શું કહ્યું ?
રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે "તેરે મેરે સપને" નામથી પ્રી-મેરિટલ કાઉન્સેલિંગ કેન્દ્રની એક નવી પહેલ શરૂ કરવા જઈ રહ્યું છે. આ પહેલનો ઉદ્દેશ્ય યુવાનોને લગ્ન પહેલાં માનસિક, ભાવનાત્મક અને સામાજિક રીતે તૈયાર કરવાનો છે, જેથી તેઓ તેમના સંબંધોને વધુ સારી રીતે સમજી શકે અને સફળ લગ્ન જીવનનો પાયો નાખી શકે.
રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષે શું કહ્યું ?
ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર વૈશાલી રમેશબાબુએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 'X' એકાઉન્ટનું સંભાળ્યું હતું. આ પીએમ મોદીની પહેલનો એક ભાગ હતો જેમાં તેમણે વચન આપ્યું હતું કે આ ખાસ દિવસે, તેમના સોશિયલ મીડિયાને એવી મહિલાઓ સંભાળશે જેમણે પોતપોતાના ક્ષેત્રમાં મહાન સિદ્ધિઓ હાંસલ કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગુજરાતના નવસારીમાં 'લખપતિ દીદી સંમેલન'માં હાજરી આપી હતી અને 10 લખપતિ દીદીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે પાંચ મહિલાઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ પણ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રીએ લખપતિ દીદીઓના પ્રયાસોની પ્રશંસા કરી અને કહ્યું કે, તેમનું કાર્ય દેશભરની હજારો મહિલાઓને પ્રેરણા આપી રહ્યું છે.
શુક્રવારે ભારતીય શેરબજારમાં કારોબાર સ્થિર રહ્યો. ટ્રેડિંગના અંતે, 7.51 પોઈન્ટના નજીવા ઘટાડા સાથે સેન્સેક્સ 74,332.58 પર બંધ થયો અને 7.80 પોઈન્ટના વધારા સાથે નિફ્ટી 22,552.50 પર બંધ થયો....
શુક્રવારે ભારતીય શેરબજારમાં કારોબાર સ્થિર રહ્યો. ટ્રેડિંગના અંતે, 7.51 પોઈન્ટના નજીવા ઘટાડા સાથે સેન્સેક્સ 74,332.58 પર બંધ થયો અને 7.80 પોઈન્ટના વધારા સાથે નિફ્ટી 22,552.50 પર બંધ થયો....