ભાવનગરમાં સરકારની માર્ગદર્શિકા અનુસાર યોજાઈ JEE પરીક્ષા
આજે JEE પરીક્ષામાં આર્કિટેક્ચર & પ્લાનિંગનું પહેલું પેપર છે, સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર દરેક પરીક્ષાર્થી માસ્ક, સેનીટાઈઝર તેમજ સોશિયલ ડિસ્ટન્સની જાળવણીનો વિશેષ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ ચિંતત હતા કે પરીક્ષાનું આયોજન જો નહીં થઈ શકે તો આગળનો અભ્યાસ કેવી રીતે શરું થશે, પરંતુ હવે પરીક્ષા લેવાઈ છે તો નવા દ્વારા ખુલ્યા છે, વિદ્યાર્થીઓમાં એક નવી આશાનો સંચાર થયો છે કે હવે વર્ષ નહીં બગડે અને આગળ અભ્યાસ પણ શરું થશે.