યુક્રેન પર રશિયાનો બેલિસ્ટિક મિસાઈલથી હુમલો, 32 લોકોએ ગુમાવ્યા જીવ
રશિયાએ યુક્રેન પર ફરી એકવાર ભીષણ હુમલો કર્યો છે.. યૂક્રેનના સુમી શહેર પર થયેલા હુમલામાં 32 લોકોએ જીવ ગુમાવ્યા છે.. ઉત્તરપૂર્વીય યુક્રેનના સુમી શહેર પર રશિયન બેલિસ્ટિક મિસાઈલ હુમલામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.. આ હુમલામાં શહેરના મેયરનો જીવ પણ માંડ માંડ બચ્યો હતો.. આ હુમલો ત્યારે થયો છે, જ્યારે લોકો પામ સન્ડે નિમિત્તે ચર્ચની પ્રાર્થના સભામાં હાજરી આપવા જઈ રહ્યા હતા...ઉલ્લેખનીય છે કે, આ બેલિસ્ટિક મિસાઈલ હુમલાના એક દિવસ પહેલા જ રશિયા અને યુક્રેનના વરિષ્ઠ રાજદ્વારીઓએ એકબીજા પર અમેરિકાના નેતૃત્ત્વવાળી બંને દેશો વચ્ચે ચાલી રહેલી મંત્રણામાં નક્કી થયેલ શાંતિ સમજૂતી ભંગ કરવાનો આરોપ મૂક્યો હતો.