Skip to main content
Settings Settings for Dark

Live TV

X

ગુજરાતમાં મચ્છરજન્ય રોગોમાં નોંધપાત્ર ઘટાડો

મેલેરિયાના કેસ 1,407 થી ઘટીને 774, ડેન્ગ્યુના 1,293 થી ઘટીને 788 અને ચિકનગુનિયાના કેસ 154થી ઘટીને 80 થયા છે. આ સમયગાળા દરમિયાન મેલેરિયા અને ડેન્ગ્યુના કારણે એક પણ મૃત્યુ નોંધાયું નથી.મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે હાથ ધરાયેલા ઘર-ઘર સર્વેલન્સ અભિયાનમાં 6 કરોડ 51 લાખથી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા હતા. અભિયાન દરમિયાન 2.57 લાખથી વધુ રક્ત નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાં મેલેરિયાના 28 દર્દીઓ મળી આવ્યા હતા અને તેમને સારવાર આપવામાં આવી હતી.

Gujarati

પોરબંદરમાં ‘સૌની યોજના’થી ડેમ અને તળાવો ભરાશે

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં પોરબંદર જિલ્લાના તમામ ડેમ અને સિંચાઈ યોજનાઓને ‘સૌની યોજના’ના નેટવર્કથી ભરવા તેમજ 7 કિ.મી.ની ત્રિજ્યામાં આવતા તળાવો અને ડેમોમાં પાણી પહોંચાડવા માટે આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી.

Gujarati

BRICS ઊર્જા સહયોગમાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા

વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલી સમિટમાં 100થી વધુ યુવા ઊર્જા નિષ્ણાતો, શિક્ષણવિદો, સરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ અને BRICS Youth Energy Agencyના સભ્યોએ ભાગ લીધો હતો.સમિટમાં ઊર્જા સુરક્ષા અને સ્થિરતા, ઊર્જાની પહોંચ અને સમાનતા તથા ટેક્નોલોજી અને નવીનતા એમ ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. 20થી વધુ યુવા પેનલિસ્ટોએ વિવિધ BRICS દેશોના અનુભવો અને વિચારો રજૂ કર્યા હતા.

Gujarati

મુખ્યમંત્રીના અમેરિકાના પ્રવાસના ત્રીજા દિવસે ટેક કંપનીઓ સાથે બેઠક

ઉપરાંત ધ ઈન્ડસ એન્ટરપ્રેન્યોર્સ (TiE)ના સભ્યો સાથે બેઠક અને પર્પ્લેક્સિટી AIના CEO અરવિંદ શ્રીનિવાસ સાથે વન-ટુ-વન બેઠક યોજાઈ હતી.માઈક્રોનના ચેરમેન સંજય મહેરોત્રાએ સાણંદ ખાતેની ફેસિલિટી માટે 20 એકર જમીનની ઝડપી મંજૂરી બદલ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સાણંદ અને ધોલેરાને સેમિકન્ડક્ટર ક્ષેત્રના મહત્વપૂર્ણ કેન્દ્રો તરીકે વિકસાવવાની રાજ્યની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Gujarati

ગાંધીનગરમાં બ્રિક્સ યુથ સમિટનો પ્રારંભ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “યુવાનો માત્ર દેશનું ભવિષ્ય નથી, પરંતુ દેશનો મજબૂત વર્તમાન અને સૌથી મોટી શક્તિ છે.” તેમણે ગુજરાતની વિકાસયાત્રાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, રાજ્યએ ચરખાથી લઈને ગિફ્ટ સિટી, સેમિકન્ડક્ટર અને સ્પેસ ટેક્નોલોજી સુધી અભૂતપૂર્વ પ્રગતિ કરી છે.

તેમણે જણાવ્યું કે ગુજરાતની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા 33.39 ગીગાવોટને પાર પહોંચી છે. યુવા સાહસિકોને પ્રોત્સાહન આપવા ગુજરાત STI પોલિસી 2026-31 હેઠળ રૂ.1000 કરોડનું ઇનોવેશન ફંડ ફાળવવામાં આવ્યું છે.

Gujarati

વલસાડની ગોપાલ ડેરીમાં ફૂડ વિભાગની તપાસ

ફૂડ સેફ્ટી ઓફિસર ભાવિકા બી. પટેલની ટીમે પનીરનો એન્ફોર્સમેન્ટ નમૂનો લઈ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યો હતો. જ્યારે બાકીના રૂ. 15,775ની અંદાજિત કિંમતના 57 કિલો પનીરના જથ્થાનો નગરપાલિકાના સહયોગથી નિયમોનુસાર નાશ કરવામાં આવ્યો હતો.ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસર એ.આર. વલવીએ જણાવ્યું કે, પનીર પર મિલ્ક પનીર, લો ફેટ પનીર અથવા ફુલ ફેટ પનીરની વિગતો દર્શાવતું લેબલ હોવું જરૂરી છે. નમૂનાનો પૃથક્કરણના અહેવાલ મળ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Gujarati

ભદોહીમાં 4થી 7 ઓક્ટોબર સુધી ઇન્ડિયા કાર્પેટ એક્સ્પો

એશિયાના મોટા કાર્પેટ મેળાઓમાં સામેલ આ એક્સ્પોમાં 56 દેશોના આશરે 400 કાર્પેટ નિકાસકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે.કાર્પેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (CEPC)ના જણાવ્યા અનુસાર, વિવિધ કાર્પેટ ઉત્પાદક કંપનીઓના આશરે 350 પ્રતિનિધિઓ પણ એક્સ્પોમાં ભાગ લે તેવી શક્યતા છે. દેશના વિવિધ રાજ્યોમાંથી આશરે 300 કાર્પેટ ઉત્પાદકો અને નિકાસકારો પોતાના ઉત્પાદનોના સ્ટોલ લગાવશે.

Gujarati

ફ્રી ડિલિવરી માટે Zeptoએ વધારી ન્યૂનતમ ઓર્ડર રકમ

જ્યારે વધુ માંગ હોય તેવા પીક ડિમાન્ડ દરમિયાન ન્યૂનતમ ઓર્ડર રકમ રૂ. 299 સુધી પહોંચી શકે છે.આ ફેરફાર સાથે Zeptoની ફ્રી ડિલિવરી નીતિ હવે Blinkit અને Swiggy Instamart જેવી સ્પર્ધાત્મક કંપનીઓની નીતિની નજીક આવી છે.ક્વિક-કોમર્સ કંપનીઓ વધતી ડિલિવરી અને ઓપરેશનલ ખર્ચ વચ્ચે નફાકારકતા સુધારવા માટે વિવિધ પગલાં લઈ રહી છે. ન્યૂનતમ ઓર્ડર રકમ વધારવાથી ગ્રાહકો વધુ વસ્તુઓ એકસાથે ખરીદે તેવી શક્યતા છે, જેના કારણે સરેરાશ ઓર્ડર મૂલ્યમાં વધારો થઈ શકે છે.જોકે, નાના અને તાત્કાલિક ઓર્ડર કરનારા ગ્રાહકો પર આ નિર્ણયની અસર પડી શકે છે.

Gujarati

નિઝામપુરાના રાખી મેળામાં હેન્ડમેડ રાખડીઓનું આકર્ષણ

માલતી દેસાઈ અને તેમના પતિ મિતાંગ દેસાઈ વર્ષ ૨૦૧૬થી કોટનના દોરાથી વિવિધ ડિઝાઇનની ક્રોશે રાખડીઓ હાથથી તૈયાર કરે છે. શોખથી શરૂ થયેલી આ પ્રવૃત્તિ આજે નાના વ્યવસાયમાં પરિવર્તિત થઈ છે. તેમની બનાવેલી રાખડીઓની માંગ વડોદરા અને ગુજરાત ઉપરાંત અમેરિકા તથા યુકે સુધી પહોંચી છે.

Gujarati

ગાંધીનગરને ટીબી મુક્ત બનાવવા કલેક્ટરની અપીલ

ટીબીના દર્દીઓને દવાઓની સાથે પૌષ્ટિક આહાર અને સામાજિક સહયોગની જરૂરિયાત રહે છે. ‘નિ-ક્ષય મિત્ર’ યોજના હેઠળ કોઈપણ નાગરિક, સંસ્થા કે કંપની એક અથવા વધુ ટીબીના દર્દીઓને દત્તક લઈને સારવાર દરમિયાન પૌષ્ટિક આહાર કીટ પૂરી પાડી શકે છે.‘નિ-ક્ષય મિત્ર’ બનવા માટે નિ-ક્ષય પોર્ટલ અથવા ‘ટીબી મુક્ત ભારત’ એપ પર નોંધણી કરાવી શકાય છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
apply