‘જનપ્રતિનિધિઓ લોકસેવક બની શ્રેષ્ઠ વહીવટ કરે’: કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જનપ્રતિનિધિઓને ‘લોકસેવક’ બની શ્રેષ્ઠ વહીવટ અને કામગીરી કરવા અપીલ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે જનપ્રતિનિધિઓએ માત્ર રોડ, પાણી જેવી માળખાકીય કામગીરી પૂરતી સીમિત ન રહી, પરંતુ સ્વચ્છતા, આરોગ્ય, નશામુક્તિ અને પર્યાવરણ અંગે જનજાગૃતિના કાર્યો પણ કરવા જોઈએ. ગામમાં નિયમિત બેઠકો યોજી ‘મારું ગામ, આદર્શ ગ્રામ’ના સૂત્રને સાકાર કરવા તેમણે આહ્વાન કર્યું હતું.અતિવૃષ્ટિ દરમિયાન ખેડૂતોને રાહત આપવા રાજ્ય સરકારે ₹10 હજાર કરોડનું પેકેજ જાહેર કરી સમયસર સહાય ચૂકવી હોવાનું તેમણે જણાવ્યું હતું.