Skip to main content
Settings Settings for Dark

Live TV

X

અમેરિકન કંપનીઓને ગુજરાતમાં ટેક્નોલોજી અને સેમીકન્ડક્ટર ક્ષેત્રે રોકાણનું આમંત્રણ

ટેક્નોલોજી અને સેમીકન્ડક્ટર ક્ષેત્રના 100થી વધુ ઉદ્યોગ અગ્રણીઓ સાથેની બેઠકમાં ગુજરાતને માત્ર રોકાણના સ્થળ તરીકે નહીં, પરંતુ ફ્યુચર ટેક્નોલોજી, ઈનોવેશન અને સપ્લાય ચેઈન માટે લાંબા ગાળાના વ્યૂહાત્મક ભાગીદાર તરીકે અપનાવવા મુખ્યમંત્રીએ આહવાન કર્યું હતું.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કંપનીઓને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ઈનોવેશનથી લઈને મેન્યુફેક્ચરિંગ અને વૈશ્વિક વિસ્તરણ સુધીની સંપૂર્ણ ઈકોસિસ્ટમ ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકારનો પ્રયાસ છે. તેમણે ટેક્નોલોજી, રોકાણ, સંશોધન, કૌશલ્ય વિકાસ અને બિઝનેસ સહયોગની નવી તકો વિકસાવવા અમેરિકન કંપનીઓને આમંત્રણ આપ્યું હતું.

Gujarati

પંચાયત તલાટી અને મહેસૂલી તલાટી વચ્ચે કામગીરીની સ્પષ્ટ વહેંચણી

નવા જોબ ચાર્ટ મુજબ પંચાયત તલાટી-કમ-મંત્રી ગ્રામ પંચાયત, ગ્રામ વિકાસ, સરકારી યોજનાઓના અમલીકરણ, વિવિધ પ્રમાણપત્રો, સ્વચ્છતા, પાણી પુરવઠો, ગ્રામસભા, જાહેર મિલકતો, ગૌચર અને પંચાયત હસ્તકની જમીન સહિતની કામગીરી સંભાળશે. PM-KISAN, PM-VISHWAKARMA, ઈ-ગ્રામ, ઈ-નિર્માણ કાર્ડ સહિતની ગ્રામ્ય કક્ષાની વિવિધ યોજનાઓનો પણ તેમાં સમાવેશ કરાયો છે.જ્યારે મહેસૂલી તલાટી મહેસૂલ અને જમીન સંબંધિત કામગીરી, જમીનના રેકર્ડ અને હકો, જમીન મહેસૂલની વસૂલાત, સરકારી જમીન, દબાણ, જમીન સંપાદન, પાક વીમો, ફાર્મર રજિસ્ટ્રેશન, પાક કાપણી પ્રયોગો અને કુદરતી આપત્તિ સમયે કૃષિ રાહત પેકેજ જેવી કામગીરી સંભાળશે.

Gujarati

ગુજરાતમાં મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ 31.2 ટકા; વહેલું નિદાન સૌથી મોટું શસ્ત્ર : આરોગ્ય મંત્રી

મંત્રીએ 30 વર્ષથી વધુ વયની મહિલાઓને નિયમિત સ્વ-સ્તન તપાસ અને 40 વર્ષથી વધુ વયની મહિલાઓને ડિજિટલ મેમોગ્રાફી સ્ક્રીનિંગ કરાવવા અપીલ કરી હતી. શરીરમાં અસામાન્ય ગાંઠ કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા GCRIનો સંપર્ક કરવા પણ અનુરોધ કર્યો હતો.

Gujarati

ઔડાના 8.69 કરોડના પ્રકલ્પોથી જળભરાવ અને ડ્રેનેજ સમસ્યાનું નિવારણ

અમદાવાદ-મહેસાણા હાઈવે પર કલોલ ગ્રોથ સેન્ટરમાં સ્વામિનારાયણ ગુરુકુળ અને એસ.ટી. વર્કશોપ નજીક દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હતી. તેના નિવારણ માટે ₹3.10 કરોડના ખર્ચે સ્વામિનારાયણ ગુરુકુળથી પલસાણા રોડ થઈ સઈજ-હાજીપુર કાંસ સુધી 900 મિ.મી. વ્યાસની 2,420 મીટર લાંબી પાઈપલાઈન નાખવામાં આવી છે.

Gujarati

મહુવામાં રૂ.2.38 લાખનો બિનઅધિકૃત ઘઉંનો જથ્થો જપ્ત

તપાસ દરમિયાન ડાયમંડ નગર, GIDC પાછળ આવેલા ખાનગી ગોડાઉનમાંથી બિનઅધિકૃત રીતે સંગ્રહિત 8,500 કિ.ગ્રા. ઘઉંનો જથ્થો, જેની અંદાજિત કિંમત રૂ. 2.38 લાખ છે, જપ્ત કરવામાં આવ્યો હતો. જથ્થો ક્યાંથી આવ્યો અને તેની વાસ્તવિક માલિકી કોની છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.આ ઉપરાંત ભાદ્રોડ ગામે પ્રફુલ રામજી વાઘ દ્વારા સંચાલિત સરકારી વાજબી ભાવની દુકાનની પણ ચકાસણી કરવામાં આવી હતી. સ્ટોક અને રેકર્ડની ખરાઈ દરમિયાન ઘઉંમાં 1,382.500 કિ.ગ્રા., ચોખામાં 2,581કિ.ગ્રા.

Gujarati

ચોમાસામાં કંટોલાથી મેળવો સ્વાસ્થ્યનો લાભ

કંટોલામાં રહેલું ફાઇબર લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે, જેના કારણે વધુ પડતું ખાવાની ટેવ પર નિયંત્રણ રહે છે.

Gujarati

સાંસ્કૃતિક જૂથે વડનગરની ઐતિહાસિક સ્થાપત્ય વિરાસતના સ્થળોની મુલાકાત લઈ પ્રાચીન વૈભવને નિહાળ્યો

આ કાર્યક્રમનો પ્રારંભ પવિત્ર હાટકેશ્વર મહાદેવના દર્શન અને પૂજન-અર્ચન સાથે કરવામાં આવ્યો હતો. દર્શન પશ્ચાત, અંબાજી કોઠા તળાવ ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મનમોહક ભરતનાટ્યમની પ્રસ્તુતિ તેમજ બહુરૂપી કલાકારો દ્વારા શિવજી, ગણેશજી અને કાર્તિકેયજીના પાત્રોની સુંદર અને જીવંત રજૂઆત કરવામાં આવી હતી.

Gujarati

ભરૂચને રૂ. 482 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ

આ પ્રસંગે મહિલા સશક્તિકરણ, રોજગાર, ઔદ્યોગિક સુવિધા અને સુરક્ષા અંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.ભરૂચ પોલીસની “પ્રોજેક્ટ અસ્મિતા” પહેલ અંતર્ગત 13 કંપનીઓના સહયોગથી ૫૨૬ જેટલી દીકરીઓને વિવિધ કંપનીઓમાં નોકરીના નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભરૂચ પોલીસ સુરક્ષા સાથે પ્રજાના આર્થિક અને સામાજિક ઉત્થાનમાં પણ મહત્વની ભાગીદાર બની રહી છે.

Gujarati

બન્નીના ગ્રાસલેન્ડમાં 20 કાળિયાર મુક્ત કરાયા

બન્ની ગ્રાસલેન્ડના નાયબ વનસંરક્ષક નેવીલ ચૌધરીના જણાવ્યા મુજબ, કાળિયારને વિશેષ એમ્બ્યુલન્સ દ્વારા જામનગરથી કચ્છ લાવવામાં આવ્યા હતા. પૂરતી તબીબી તપાસ અને હેલ્થ સ્ક્રીનિંગ બાદ તેમને બન્નીના કુદરતી રહેઠાણમાં છોડવામાં આવ્યા હતા. નવા વાતાવરણમાં અનુકૂલન માટે બોમા અને સોફ્ટ રિલીઝ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ચિત્તા માટે અનુકૂળ ઇકોસિસ્ટમ ઊભી કરવા બગડીયા વિસ્તારમાં 660 એકરમાં વિવિધ દેશી ઘાસનું વાવેતર કરવામાં આવી રહ્યું છે.

Gujarati

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 251મું અંગદાન,ચાર દર્દીઓને નવજીવન

બુધાભાઈને 10 ઓગસ્ટે માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજા થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. 14 ઓગસ્ટે તબીબોએ તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા બાદ પરિવારના નિર્ણયથી તેમનાં હૃદય, લીવર અને બે કિડનીનું દાન કરવામાં આવ્યું હતું.દાનમાં મળેલું હૃદય યુ.એન. મહેતા હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું, જ્યારે લીવર અને બંને કિડની IKDRC ખાતે દર્દીઓમાં પ્રત્યારોપિત કરવામાં આવી હતી. આમ, ચાર દર્દીઓને નવજીવન મળ્યું છે.સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલને 251 અંગદાતાઓ પાસેથી કુલ 1,079 અંગો અને પેશીઓનું દાન મળ્યું છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
apply