Skip to main content
Settings Settings for Dark

Live TV

X

વાંકાનેરમાં બિનઅધિકૃત ખનન સામે કાર્યવાહી

ભૂસ્તરશાસ્ત્રી જગદીશ એસ. વાઢેરની સૂચના હેઠળ કરાયેલી તપાસ દરમિયાન સ્થળ પરથી ફાયરક્લેનું બિનઅધિકૃત ખનન કરતું હ્યુન્ડાઈ કંપનીનું પીળા રંગનું એક્સકેવેટર મશીન મળી આવ્યું હતું. ટીમે આશરે રૂ. 40 લાખની કિંમતનું મશીન સીઝ કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં મૂક્યું હતું.મશીનના માલિક તરીકે હળવદ તાલુકાના ખેતરડી ગામના કિશનભાઈ મૈયાભાઈ દેકાવાડિયાનું નામ સામે આવ્યું છે. સમગ્ર મામલે ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઈલીગલ માઈનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-2017 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Gujarati

પાલીતાણા સિવિલ પાણીની ટાંકી કૌભાંડમાં કાર્યવાહી, આરોગ્ય મંત્રીનો 2 ઈજનેરોને સસ્પેન્ડ કરવા આદેશ

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પાલીતાણા હોસ્પિટલની તાજેતરની મુલાકાત દરમિયાન હોસ્પિટલ માટે મંજૂર કરવામાં આવેલી 2.55 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકી સ્થળ પર ન હોવાનું ધ્યાનમાં આવતા સમગ્ર મામલે ગંભીર નોંધ લીધી હતી.

Gujarati

GSRTCનો મોટો નિર્ણય: દૈનિક મુસાફર પાસ યોજનામાં ભાડા રાહત વધારી 50 ટકા સુધી કરાઈ

રાજ્યમાં ST બસમાં રોજિંદા અપડાઉન કરતા લાખો નોકરિયાતો, વેપારીઓ અને ધંધાર્થી વર્ગના આર્થિક હિતને ધ્યાને રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ‘દૈનિક મુસાફર પાસ યોજના’ના નિયમોમાં લોકહિતલક્ષી સુધારો કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં દૈનિક મુસાફર પાસ યોજનામાં ભાડા રાહત વધારી 50 ટકા સુધી કરવામાં આવી છે. ...મુસાફરોના હિતમાં નિગમે પાસ યોજનાના માળખામાં ફેરફાર કર્યો છે, જેનાથી મુસાફરોને ભાડામાં 50 ટકા સુધીની સીધી આર્થિક રાહત પ્રાપ્ત થશે..

Gujarati

ભરતી પરીક્ષામાં ગોટાળા મુદ્દે ઝારખંડ સરકારનું કડક વલણ, 45 પરીક્ષાઓ પ્રભાવિત

ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિઓ સંબંધિત કેસોની સુનાવણી માટે ઝારખંડમાં ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવશે. રાજ્ય સરકાર હાઇકોર્ટને આમ કરવા વિનંતી કરશે. પરીક્ષા સુધારા અંગેની ખાસ કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો અંગેના એક સૂચનામાં આ માહિતી આપવામાં આવી હતી.

Gujarati

માનવ જીવનની સાચી સફળતા બીજાના કલ્યાણમાં: PM મોદીએ સંસ્કૃત કહેવત શેર કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક કહેવત શેર કરી... જેમાં તેમણે હંમેશા દાન અને પરોપકારી કાર્યોમાં વ્યસ્ત રહેવાનો સંદેશ આપ્યો. પ્રાચીન સંસ્કૃત કહેવત દ્વારા PM મોદીએ માનવ જીવનના સાચા હેતુ પર પ્રકાશ પાડ્યો....તેમણે લખ્યું કે, આ દુનિયામાં જીવોનો જન્મ ત્યારે જ સફળ થાય છે જ્યારે તેઓ પોતાની શારીરિક શક્તિ, સંપત્તિ, બુદ્ધિ અને વાણી દ્વારા બીજાના કલ્યાણ માટે સતત કાર્ય કરે છે.

PMએ શેર કરાયેલ સુભાષિત 

“एतवज्जन्मसाफल्यं देहिनामिह देहिषु।
प्राणैरर्थैर्य वाचा श्रेय एवाचरेत्सदा॥”

સુભાષિતાનો અર્થ

Gujarati

US-કેનેડા વચ્ચે છેલ્લી ઘડીએ સમજૂતી થઈ, કેનેડિયન આયાત પર 50% ટેરિફ ટાળ્યો: ટ્રમ્પ

પશ્ચિમ એશિયામાં તણાવ યથાવત છે...ઇરાને અમેરિકાના હોર્મુઝ માર્ગ ખૂલ્યા હોવાના દાવાઓને કર્યા બરતરફ... ઇરાન-ઓમાન સમજૂતીથી પણ અમેરિકા નારાજ થયું છે...... રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું, ઈરાન સાથે હાલ કોઈ જ વાતચીત નથી... તેમણે કહ્યું કે, તેમણે 20 અબજ ડોલરના કેનેડિયન માલ પર 50 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય મુલતવી રાખ્યો છે. પ્રતિબંધ લાગુ થવાના થોડા કલાકો પહેલા બંને દેશો વચ્ચે છેલ્લી ઘડીના કરાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રમ્પની જાહેરાતથી વધુ વાટાઘાટો માટે સમય મળ્યો છે.

Gujarati

ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા વચ્ચે સેન્સેક્સ-નિફ્ટી ફ્લેટ ખુલ્યા

સ્થાનિક શેરબજારો બુધવારે લગભગ સપાટ ખુલ્યા, કારણ કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવ લગભગ 92 ડોલર પ્રતિ બેરલ થઈ ગયા હતા, જ્યારે વૈશ્વિક બોન્ડ યીલ્ડમાં વધારો રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતા પર ભાર મૂક્યો હતો.

Gujarati

ઉપરાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણન આજથી બે દિવસ ઉત્તરાખંડના પ્રવાસે

ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે અને આવતીકાલે એમ બે દિવસ ઉત્તરાખંડના પ્રવાસે રહેશે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ દેહરાદૂન અને મસૂરીમાં ઘણા મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં સહભાગી થશે. આજે ઉપરાષ્ટ્રપતિ દેહરાદૂન સ્થિત ઈન્દિરા ગાંધી નેશનલ ફોરેસ્ટ એકેડમીની મુલાકાત લેશે. પ્રવાસના બીજા દિવસે એટલે કે 20 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિ મસૂરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન પહોંચશે. અહીં તેઓ 2024 બેચના IAS અધિકારીઓના પ્રોફેશનલ કોર્સના બીજા તબક્કાના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે.

IGNFA ખાતે IFS પ્રોબેશનરી અધિકારીઓ સાથે વાતચીત

Gujarati

SIRની અસર, ઘણા રાજ્યોમાં મતદાન રેકોર્ડ સ્તરે પહોંચ્યું: ચૂંટણીપંચ

ચૂંટણીપંચે મહત્ત્વપૂર્ણ માહિતી જાહેર કરી... ચૂંટણીપંચે કહ્યું કે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જેવા અભિયાનોને કારણે મતદાનમાં વધારો થયો છે. ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ઘણા રાજ્યોમાં સ્વતંત્રતા પછી યોજાયેલી પ્રથમ ચૂંટણીઓની તુલનામાં મતદાનની ટકાવારી અને કુલ મતદાનમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ચૂંટણીપંચે કહ્યું કે, મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જેવા અભિયાનોએ આ પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

Gujarati

US સેક્રેટરી ઓફ સ્ટેટ રુબિયો અને UAEના સુરક્ષા વડા વચ્ચે ફોન પર વાતચીત, ઈરાન અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ચર્ચા

US અને UAEએ પ્રાદેશિક સુરક્ષા પર તેમના રાજદ્વારી સંકલનને મજબૂત બનાવ્યું છે. US સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અને UAEના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શેખ તહનૌન બિન ઝાયેદ અલ નાહ્યાન વચ્ચે એક મહત્વપૂર્ણ ફોન વાતચીત થઈ.

વોશિંગ્ટન અને અબુ ધાબી વચ્ચે સતત સંકલન અંગે પણ ચર્ચા 

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
apply