કલ્ચરલ ફોરમમાં ખેલૈયાઓએ પ્રકૃતિની પ્રતિકૂળતાથી પરેશાન થયા વિના પ્રસન્નતા પૂર્વક કર્યા ગરબા
માતાજીની આરતી ઉતારવાના સમયે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલ અને પરિવારજનો સમયસર પધાર્યા હતા. ઝરમર વરસતા વરસાદમાં પણ સૌએ ભક્તિભાવપૂર્વક મા જગદંબાની આરતી ઉતારી હતી. પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ મકવાણા તથા ગાંધીનગર જૈન સમાજના આગેવાનો સી. એમ. શાહ, હેમેન્દ્રભાઈ શાહ અને હિતેન્દ્રભાઈ શાહ તથા અન્ય પદાધિકારીઓ પણ આરતી ઉતારવા પધાર્યા હતા. માતાજી કૃપા વરસાવે એવી પ્રાર્થના સાથે સૌએ આરતી કરી હતી.