ભાજપના વરિષ્ઠ નેતા વિજય કુમાર મલ્હોત્રાનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ કર્યો શોક વ્યક્ત
ડિસેમ્બર 1931માં લાહોરમાં જન્મેલા વિજય કુમાર મલ્હોત્રા દિલ્હીમાંથી પાંચ વખત સાંસદ અને બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા હતા. તેઓ 1972 થી 1975 દરમિયાન દિલ્હી જનસંઘના અધ્યક્ષ હતા અને ત્યારબાદ બે વખત ભાજપના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ 1977-80 અને 1980-84ના પદ પર પણ રહ્યા હતા.
AIIMS દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે કે, "93 વર્ષીય વરિષ્ઠ ભાજપ નેતા વિજય કુમાર મલ્હોત્રાને AIIMS, નવી દિલ્હીમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 30 સપ્ટેમ્બર,2025ની સવારે તેમનું નિધન થયું છે."
પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો