Skip to main content
Settings Settings for Dark

Live TV

X

'આદિ કર્મયોગી અભિયાન’ અંતર્ગત આદિવાસી ગામોમાં ‘આદિ સેવા કેન્દ્ર’ સ્થાપિત કરાયા

આ ઉજવણી અંતર્ગત દરેક આદિવાસી ગામોમાં આદિજાતિ વિકાસ વિભાગ અને લાઈન ડિપાર્ટમેન્ટ જેવા કે આરોગ્ય, શિક્ષણ, ગ્રામ વિકાસ, વન- પર્યાવરણ , મહિલા અને બાળ વિકાસ, પંચાયતી રાજ, પેય જળ અને સેનિટેશન વગેરે વિભાગના કર્મચારી અને અધિકારીઓ સાથે મળીને આદિવાસી ગામડાઓમાં જઈને ગામજનોની સાથે મળીને 'વિલેજ વિઝન બિલ્ડીંગ અને વિલેજ એક્શન પ્લાન' તૈયાર કરવામાં આવી રહ્યા છે તેમ, ગુજરાત આદિવાસી સંશોધન-તાલીમ સોસાયટી ગાંધીનગરના ડાયરેકટર ડૉ.સી.સી.ચૌધરીની યાદીમાં જણાવાયું છે. 

Gujarati

ભાજપના વરિષ્ઠ નેતા વિજય કુમાર મલ્હોત્રાનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ કર્યો શોક વ્યક્ત

ડિસેમ્બર 1931માં લાહોરમાં જન્મેલા વિજય કુમાર મલ્હોત્રા દિલ્હીમાંથી પાંચ વખત સાંસદ અને બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા હતા. તેઓ  1972 થી 1975 દરમિયાન દિલ્હી જનસંઘના અધ્યક્ષ હતા અને ત્યારબાદ બે વખત ભાજપના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ 1977-80 અને 1980-84ના પદ પર પણ રહ્યા હતા.

AIIMS દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે કે, "93 વર્ષીય વરિષ્ઠ ભાજપ નેતા વિજય કુમાર મલ્હોત્રાને AIIMS, નવી દિલ્હીમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 30 સપ્ટેમ્બર,2025ની સવારે તેમનું નિધન થયું છે."

પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો

Gujarati

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ લાઠી ખાતેના સંતોકબા મેડિકલ સેન્ટરની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું કર્યું નિરીક્ષણ

રાજ્યપાલએ આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમિયાન લેબોરેટરી, એક્સ રે, ઓ.પી. ડી. રૂમ, ફિઝિયોથેરાપી સહિતના વિભાગની આરોગ્ય સેવાઓની પ્રત્યક્ષ વિગતો જાણી હતી, સાથે જ દર્દીઓ અને તબીબી સ્ટાફના પ્રતિભાવો મેળવી, તેમને પ્રોત્સાહિત કર્યા હતા. રાજ્યપાલએ પ્રસાદ સેવા પૂરી પાડતાં રસોડા વિભાગના કર્મચારીઓ સાથે પણ મુલાકાત કરીને તેમના સેવાકીય કાર્યને બિરદાવી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

Gujarati

આઠમા નોરતે ગાંધીનગરના કેસરિયા ગરબામાં દિવ્ય મહાઆરતી યોજાઇ

આઠમા નોરતે કેસરિયા ગરબા ગાંધીનગરના આંગણે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)ના ચેરમેન જય શાહ અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati

પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 42 હજાર સ્થળોએ સોલર રૂફ ટોપ પ્લાન્ટ સ્થાપિત

ગયા વર્ષથી લાગુ કરાયેલી પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ 24 હજારથી વધુ ગ્રાહકોને રૂપિયા 180 કરોડની સબસિડી આપવામાં આવી છે. રાજ્યના ઊર્જા મંત્રી પ્રદ્યુમ્ન સિંહ તોમરે ગ્રાહકોને પર્યાવરણ સંરક્ષણ અને બિલમાં બચત જેવા પ્રેરક કાર્યો બદલ અભિનંદન પાઠવ્યા છે.

મધ્ય પ્રદેશ પશ્ચિમ ક્ષેત્ર વિદ્યુત વિતરણ કંપની, ઇન્દોરના મેનેજિંગ ડિરેક્ટર અનૂપ કુમાર સિંહે જણાવ્યું કે 'સેવા પર્વ' દરમિયાન 15 જિલ્લાઓમાં અભિયાન ચલાવીને હજારો નવા ગ્રાહકોને યોજના સાથે જોડવામાં આવ્યા. આ દરમિયાન જનપ્રતિનિધિઓને માહિતી આપવામાં આવી અને વાહનો દ્વારા દ્રશ્ય-શ્રાવ્ય પ્રચાર પણ કરવામાં આવ્યો.

Gujarati

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુર્ગા પૂજાની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું કે દુર્ગા પૂજા ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ, આસ્થા અને આધ્યાત્મિક વારસાનું પ્રતીક છે. તેમણે કહ્યું કે મા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના માત્ર આત્મિક શુદ્ધિનો માર્ગ નથી, પરંતુ તે લોકોને સત્ય, ન્યાય અને કરુણાના માર્ગે ચાલવાની પ્રેરણા પણ આપે છે. તેમણે વધુમાં કહ્યું કે આ તહેવાર સમાનતા, સહિષ્ણુતા અને પ્રેમ જેવા મૂલ્યોને પણ પ્રોત્સાહન આપે છે.

Gujarati

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું લાઠી તાલુકાના પ્રતાપગઢ ગામે પ્રામથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિરોકાણ

રાજ્યપાલને પ્રતાપગઢ ગામના અગ્રણીઓ, ગ્રામજનો અને બહેનોએ ઉમળકાભેર આવકાર્યા હતા. રાજ્યપાલએ પણ સૌનું અભિવાદન ઝીલ્યું હતુ.રાજ્યપાલએ પ્રતાપગઢ ગામના મુખ્ય ચોક ખાતેથી ગ્રામજનોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી લોકોના સ્વાસ્થ્યને બચાવવું એ પુણ્યનું કામ છે. ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અતિરેકભર્યા ઉપયોગથી લોકોના સ્વાસ્થ્યને ગંભીર અસરો થઈ રહી છે.

Gujarati

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અમરેલી જિલ્લાની બે દિવસીય મુલાકાતે

રાજ્યપાલએ હસમુખ ,ભીમજી મેવાડાના ઘરે પરિવારના સભ્યની જેમ મગની દાળ, ભાત, દૂધી-તુરીયાનું શાક, બાજરીના રોટલા, જુવારના રોટલા, રવાનો શિરો, દેશી ગાયનું દૂધ, ઘી, ગોળ સાથે ભોજનનો આસ્વાદ માણ્યો હતો. 

આ ઉપરાંત રાજ્યપાલએ મેવાડા પરિવારના બાળકોના અભ્યાસ વિશેની વિગતો મેળવી, શિક્ષણ અને સંસ્કારની મહત્તા જણાવી હતી. તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

Gujarati

કલ્ચરલ ફોરમમાં ખેલૈયાઓએ પ્રકૃતિની પ્રતિકૂળતાથી પરેશાન થયા વિના પ્રસન્નતા પૂર્વક કર્યા ગરબા

માતાજીની આરતી ઉતારવાના સમયે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ  ડૉ. હર્ષદ પટેલ અને પરિવારજનો સમયસર પધાર્યા હતા. ઝરમર વરસતા વરસાદમાં પણ સૌએ ભક્તિભાવપૂર્વક મા જગદંબાની આરતી ઉતારી હતી. પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ મકવાણા તથા ગાંધીનગર જૈન સમાજના આગેવાનો  સી. એમ. શાહ,  હેમેન્દ્રભાઈ શાહ અને હિતેન્દ્રભાઈ શાહ તથા અન્ય પદાધિકારીઓ પણ આરતી ઉતારવા પધાર્યા હતા. માતાજી કૃપા વરસાવે એવી પ્રાર્થના સાથે સૌએ આરતી કરી હતી.

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જી.એસ.ટી. રિફોર્મ્સ અને વોકલ ફોર લોકલ અંગે રાજ્યના ઉદ્યોગ-વેપાર સંગઠનો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી

મુખ્યમંત્રી રાજ્યના ઉદ્યોગ-વેપાર સંગઠનો, અગ્રણી ઉદ્યોગકારો સાથે યોજાયેલી જી.એસ.ટી. રિફોર્મ્સ અને વોકલ ફોર લોકલ - સ્વદેશી અભિયાન અંગેની વિડીયો કોન્ફરન્સને ગાંધીનગરથી સંબોધન કરી રહ્યા હતા. આ વીડિયો કોન્ફરન્સમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત, રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા તેમજ રાજ્યભરના 225 જેટલા ઉદ્યોગ સંગઠનો અને 3500થી વધુ વેપાર-ઉદ્યોગકારો સહભાગી થયા હતા.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply