Skip to main content
Settings Settings for Dark

Live TV

X

રાજ્ય સરકારની નવી પહેલ: 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ'

9 ઓક્ટોબરે મહેસાણામાં શુભારંભ આ પ્રાદેશિક કોન્ફરન્સની પ્રથમ શૃંખલાનો શુભારંભ તા. 9મી ઓક્ટોબર, 2025ના રોજ મહેસાણાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરાવશે. ઉદ્યોગ મંત્રી  બલવંતસિંહ રાજપૂત અને ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપે આ અંગે વિગતો આપી હતી.દરેક પ્રદેશની ઔદ્યોગિક-આર્થિક ક્ષમતા અને રોકાણની સજ્જતાને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવું, તેમજ 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન આપવું.જાપાન, દક્ષિણ કોરિયા, વિયેતનામ અને નેધરલેન્ડ્સ જેવા દેશો, તેમજ જેટ્રો, ઇન્ડો કેનેડા બિઝનેસ ચેમ્બર, યુએસઆઈએસપીએફ, વિશ્વ બેંક અને રશિયન ફેડરેશનના વેપાર પ્રતિનિધિત્વ જેવી સંસ્થાઓ સહભાગી થશે.

અન્ય ઝોન માટે કોન્ફરન્સની તારીખો:

Gujarati

'રાષ્ટ્રીય એકતા દિવસ'ની તૈયારીઓ પૂરજોશમાં: દૂરદર્શનની ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ

આ રાષ્ટ્રીય-રાજ્યસ્તરીય કાર્યક્રમને ધ્યાનમાં રાખીને, આજ રોજ દૂરદર્શન કેન્દ્ર અમદાવાદની ટીમે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, ઇલેક્ટ્રિકલ ઇજનેર અને સ્થાનિક અધિકારીઓ સાથે પરેડ ગ્રાઉન્ડ અને સરદાર સરોવર નર્મદા ડેમના વ્યુ પોઇન્ટ–1ની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

સ્થળ નિરીક્ષણ દરમિયાન, દૂરદર્શનની ટીમે મુખ્ય કાર્યક્રમના સ્ટેજ કવરેજ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પરેડનું આગમન અને માનનીય પ્રધાનમંત્રીશ્રીના સંબોધનના અસરકારક પ્રસારણ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. પરેડનું આબેહૂબ જીવંત પ્રસારણ મહત્તમ લોકો જોઈ શકે તે માટે કેમેરા એંગલ અને લાઈવ ટેલિકાસ્ટની વિગતવાર યોજના તૈયાર કરવામાં આવી હતી.

Gujarati

ભારત બન્યું વિશ્વની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થા: વર્લ્ડ બેંક

બાંગ્લાદેશ નાણાકીય વર્ષ 2026માં વૃદ્ધિ દર 4.8 ટકા રહેવાનો અંદાજ છે.ભૂટાન હાઇડ્રોપાવર કન્સ્ટ્રક્શનમાં વિલંબને કારણે FY26 માટે વૃદ્ધિ દરનો અંદાજ 7.3 ટકા ઘટાડાયો છે, પરંતુ FY27માં સુધારો થવાની અપેક્ષા છે.માલદીવ FY26માં વિકાસ દર ધીમો પડીને 3.9 ટકા રહેવાનો અંદાજ છે.નેપાળ તાજેતરની અશાંતિ અને વધેલી રાજકીય-આર્થિક અનિશ્ચિતતાને કારણે FY26માં વિકાસ દર ઘટીને 2.1ટકા રહેવાનો અંદાજ છે.શ્રીલંકા પર્યટન અને સેવા નિકાસમાં મજબૂત વૃદ્ધિને કારણે FY26માં વિકાસ દર વધારીને 3.5ટકા કરવામાં આવ્યો છે.

Gujarati

વિકાસ સપ્તાહનો પ્રારંભ: 'ભારત વિકાસ પ્રતિજ્ઞા' સાથે વિકસિત ભારતનો સંકલ્પ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ પંકજ જોષી તથા વરિષ્ઠ સચિવઓ અને અધિકારીઓએ વિધાનસભા પોડિયમ ખાતે આયોજિત સામુહિક પ્રતિજ્ઞા પઠનમાં જોડાઈને "ભારત વિકાસ પ્રતિજ્ઞા" લીધી હતી.

Gujarati

'વિકાસ સપ્તાહ'નો પ્રારંભ: 2047માં વિકસિત ભારતનો સંકલ્પ

કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સુજીત કુમારની અધ્યક્ષતામાં યોજાયેલા 'પ્રતિજ્ઞા સમારોહ'માં ધારાસભ્યો  અમુલ ભટ્ટ, દિનેશ કુશવાહા,કિરીટસિંહ ડાભી,હર્ષદ પટેલ અને સાંસદ  હસમુખ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.વિવિધ વિભાગોના અધિકારીઓએ સમૂહમાં 'ભારત વિકાસ પ્રતિજ્ઞા' લીધી હતી. આ પ્રતિજ્ઞામાં રાષ્ટ્ર માટે સમર્પિત રહેવું, સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવો, સમૃદ્ધ વારસાનું જતન કરવું અને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સૂત્રને સાકાર કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

Gujarati

પ્રતિરક્ષા પ્રણાલી પરની મહત્ત્વની શોધ બદલ 3 વૈજ્ઞાનિકોને મેડિસિનનું નોબેલ

કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટની નોબેલ એસેમ્બલીએ જાહેરાત કરી મેરી ઈ. બ્રનકો (અમેરિકા),ફ્રેડ રેમ્સડૅલ (અમેરિકા),શિમોન સાકાગુચી (જાપાન)આ ત્રણ વૈજ્ઞાનિકો વચ્ચે 1.1કરોડ સ્વીડિશ ક્રોનર (Swedish Kronor)ની રકમ વહેંચવામાં આવશે.આ ત્રણેય વૈજ્ઞાનિકોને 'પેરીફેરલ ઇમ્યુન ટોલરન્સ' પરની શોધ માટે સન્માનિત કરવામાં આવ્યા છે.

Gujarati

ભારતીય વાયુસેનાની 93મી વર્ષગાંઠની ગાંધીનગરમાં ગરિમામય ઉજવણી

મુખ્યમંત્રીએ વાયુસેના પરિવારને 93 મી વર્ષગાંઠની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ હંમેશા દેશનું ગૌરવ વધાર્યું છે.તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય વાયુ સેનાનો પાછલો એક દાયકો 'સ્વર્ણિમ દાયકો' બન્યો છે. મુખ્યમંત્રીએ ઓપરેશન સિંદૂર થકી વાયુસેનાએ જે અપ્રતિમ સાહસ અને પરાક્રમનો પરિચય આપ્યો છે, તેના પર દરેક ભારતીય ગર્વ લઈ શકે તેમ જણાવ્યું હતું. તેમણે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ સફળતાપૂર્વક અંતરિક્ષ મિશન પૂર્ણ કરીને જે કીર્તિમાન સ્થાપ્યો છે, તેને આ વર્ષગાંઠની વિશેષ ગૌરવ અપાવનારી ઘટના ગણાવી હતી.

Gujarati

RTI સપ્તાહનો પ્રારંભ: ગુજરાત પારદર્શિતામાં અગ્રેસર

ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીએ ગુજરાત માહિતી આયોગની કામગીરીને બિરદાવતા કહ્યું કે, આયોગ સરકારી તંત્ર અને નાગરિકો વચ્ચે સેતુરૂપ કામ કરીને RTI કેસોના ઝડપી ઉકેલને કારણે ગુજરાતને અગ્રીમ હરોળનું રાજ્ય બનાવ્યું છે.

મુખ્ય માહિતી કમિશનર ડો. સુભાષ સોનીએ જણાવ્યું કે, ગુજરાત માહિતી આયોગ દ્વારા માત્ર 60-90 દિવસમાં અપીલોનો નિર્ણય કરવામાં આવે છે, જેનાથી રાજ્ય માહિતી આયોગ દેશમાં પ્રથમ ક્રમે છે. અત્યાર સુધીમાં 1.40 લાખથી વધુ અપીલોનો નિકાલ થયો છે.આયોગે RTIની તમામ પ્રક્રિયાઓ ઓનલાઈન કરી છે અને વેબસાઇટને પણ નવીનીકૃત કરી છે.

Gujarati

9 ઓક્ટોબર 2025ના રોજ ગણપત યુનિવર્સિટી,મહેસાણા ખાતે “ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર” પર સેમિનાર યોજાશે

આ સેમિનાર 9 ઓક્ટોબર, 2025 ના રોજ બપોરે 2:30 થી 4:30 વાગ્યા સુધી ગણપત યુનિવર્સિટી, મહેસાણા ખાતે સેમિનાર હોલ નંબર 7માં યોજાશે. આ સેમિનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) ના ભાગરૂપે છે, જે રાજ્યને રોકાણ અને ઉદ્યોગ માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મૂળ પહેલ પર આધારિત છે.

Gujarati

ભારત-યુરોપિયન યુનિયન (EU) મુક્ત વેપાર કરાર (FTA)માટે બ્રસેલ્સમાં વાટાઘાટોનો શરૂ થશે નવો તબક્કો

આ પછી, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને તેમના EU સમકક્ષ મારોસ સેફકોવિક વચ્ચે દક્ષિણ આફ્રિકામાં G20 ટ્રેડ કમિશનર્સ સમિટની બાજુમાં એક વધુ બેઠક યોજાશે.

મુખ્ય પડકારો: બજાર પહોંચ અને ઉત્પત્તિના નિયમો

પ્રસ્તાવિત ભારત-EU FTAમાં 23 નીતિગત ક્ષેત્રો અથવા પ્રકરણોનો સમાવેશ થાય છે, જેમાંથી ઓછામાં ઓછા બે - 'બજાર પહોંચ (Market Access)' અને 'ઉત્પત્તિના નિયમો (Rules of Origin)' પર હજુ સુધી સહમતિ સધાઈ નથી.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply