GIFT સિટી: ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય અને IT હબ
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રવર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ સ્થાપિત કરવામાં આવેલ GIFT સિટી આજે એક સમૃદ્ધ, નીતિ-સંચાલિત અને વૈશ્વિક સ્તરે સીમાચિહ્નરૂપ નાણાકીય કેન્દ્રમાં પરિવર્તિત થયું છે. શરૂઆતથી જ, ગિફ્ટ સિટીની પરિકલ્પના એક વિશ્વસ્તરીય ફાઇનાન્સ અને IT ઝોન તરીકે કરવામાં આવી હતી. એક એવું નાણાકીય કેન્દ્ર જે ફક્ત ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને સેવા પ્રદાન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ એક જ અધિકારક્ષેત્ર હેઠળ નાણાકીય સેવાઓ, ટેક્નોલોજી, નિયમનકારી સરળતા અને માળખાગત સુવિધાઓને જોડતી એક સંકલિત ઇકોસિસ્ટમનો પાયો નાખવામાં આવ્યો.