Skip to main content
Settings Settings for Dark

Live TV

X

GCERT દ્વારા રાજ્યના ધોરણ 3 થી 8ના તમામ શિક્ષકોને ‘શિક્ષક આવૃત્તિના ઉપયોગ’અંગે આગામી 29 સપ્ટેમ્બર સુધી અપાશે તાલીમ

આ ફેરફારની અસર વર્ગખંડ સુધી પહોંચે તે માટે જીસીઇઆરટી દ્વારા ધોરણ 3 થી 8ની વિષયવાર શિક્ષક આવૃત્તિઓ તૈયાર કરવામાં આવી છે. રાજ્યના ધોરણ 3 થી 8ના તમામ શિક્ષકોને ‘શિક્ષક આવૃત્તિના ઉપયોગ’ અંગે GCERT દ્વારા તાલીમ અપાઈ  રહી છે. શિક્ષક આવૃત્તિઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે શિક્ષકોને માર્ગદર્શન અને નિદર્શન આપવા માટે શિક્ષક આવૃત્તિ આધારિત તાલીમનું તા. 18 ઓગષ્ટથી 29 સપ્ટેમ્બર 2025 સુધી આયોજન કરવામાં આવ્યું છે.  

Gujarati

79મા સ્વતંત્રતા દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી હતી.

પોરબંદરમાં યોજાનાર કાર્યક્રમમાં 'બાપુના પગલે તિરંગા ભારત' થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. આ દરમિયાન વિશ્વ વિખ્યાત મણિયારો રાસ, ટિપ્પણી રાસ, તાંડવ નર્તન અને ઉત્સાહી ગરબા જેવા વિવિધ નૃત્યો પણ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા ગોલ્ડન ગાંધી સહિતની કલાકારોની ટીમ પણ આ કાર્યક્રમમાં પરફોર્મન્સ કરી રહી છે. 

Gujarati

79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ રાજભવન પરિસરમાં કર્યું ધ્વજારોહણ

રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ રાજ્યપાલએ ઉપસ્થિત તમામને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવીને તેમનું અભિવાદન જીલ્યું હતું.આ પ્રસંગે રાજ્યપાલએ રાજભવન પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. રાજ્યપાલના અગ્ર સચિવ અશોક શર્માએ પણ વૃક્ષારોપણ કર્યું હતું.

આ સમારોહમાં રાજ્યપાલના પરિસહાયક બલરામ મીણા (આઈ.પી.એસ.) તથા લેફ્ટનન્ટ કમાન્ડર  શુભમ કુમાર, રાજભવનના અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ તેમજ સુરક્ષા કર્મીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

Gujarati

લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી મોદીએ ચેતવણી આપી,જો દુશ્મન પ્રયાસ કરશે તો તેને યોગ્ય જવાબ મળશે

સેનાએ સેંકડો કિલોમીટર દુશ્મનના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો અને ઇમારતોને ખંડેરમાં ફેરવી દીધી. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે 22 એપ્રિલે પહેલગામમાં સરહદ પારથી આવેલા આતંકવાદીઓએ નિર્દોષ લોકોની હત્યા કરી. લોકોને તેમનો ધર્મ પૂછીને મારી નાખવામાં આવ્યા, પતિને પત્નીની સામે ગોળી મારી દેવામાં આવી અને પિતાને બાળકોની સામે ગોળી મારી દેવામાં આવી. આ ઘટનાથી આખો દેશ ગુસ્સે ભરાયો હતો અને દુનિયા પણ આક્રોશમાં હતી. 'ઓપરેશન સિંદૂર' આ આક્રોશનું પરિણામ હતું.

Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો,"નયા ભારત "ની થીમ પર દેશવાસીઓ ઉજવી રહ્યા છે 79મો સ્વતંત્રતા દિવસ

ફ્લાઈંગ ઓફિસર રસિકા શર્માએ ધ્વજ ફરકાવવામાં તેમની મદદ કરી હતી. ધ્વજ ફરકાવ્યા પછી, ભારતીય વાયુસેનાના બે Mi-17 હેલિકોપ્ટરમાંથી ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો . એક હેલિકોપ્ટરે રાષ્ટ્રધ્વજ અને બીજાએ 'ઓપરેશન સિંદૂર'નો ધ્વજ ફરકાવ્યો. આ હેલિકોપ્ટરોને વિંગ કમાન્ડર વિનય પુનિયા અને વિંગ કમાન્ડર આદિત્ય જયસ્વાલ દ્વારા ઉડાડવામાં આવ્યા હતા.

Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ અને અન્ય ઘણા નેતાઓએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની પાઠવી શુભેચ્છા

પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી. તેમણે લખ્યું, "સ્વતંત્રતા દિવસ પર આપ સૌને હાર્દિક શુભકામનાઓ. હું ઈચ્છું છું કે આ શુભ અવસર તમામ દેશવાસીઓના જીવનમાં નવો ઉત્સાહ અને નવી ઉર્જા લાવે, જેથી વિકસિત ભારતના નિર્માણને નવી ગતિ મળે. જય હિન્દ!"

Gujarati

કૃષ્ણ જન્મોત્સવ માટે દ્વારકા નગરી તૈયાર, જનમેદનીને પહોંચી વળવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું મહત્તમ જીવન જ્યાં વિતાવ્યું તેવી દ્વારકા નગરી કૃષ્ણના જન્મોત્સવ માટે તૈયાર છે. જે માટે આખું શહેર રોશનીથી શણગારેલું છે, અહીં જન્માષ્ટમીના દિવસે 3થી 4 લાખ મુલાકાતીઓ આવે છે. દ્વારકાધીશ મંદિર કે જે સામાન્ય રીતે સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહે છે, તે 16 ઓગસ્ટના રોજ મધ્યરાત્રિથી 17 ઓગસ્ટના રોજ મધ્યરાત્રિ સુધી ખુલ્લું રહેશે. ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે..મંદિર ખાતે 6 ઝોનમાં પોલીસ તૈનાત રહેશે જેમાં 2 Dy.SP, 19 PI-PSI, 161 પોલીસ જવાનો મળીને કુલ 356 પોલીસનો બંદોબસ્ત રહેશે.

Gujarati

ભારતીય શેરબજાર ફ્લેટ ખુલ્યું, IT અને ફાર્મા ક્ષેત્રો ચમક્યા

ભારતીય શેરબજાર આજે ગુરુવારે ફ્લેટ ખુલ્યું હતું. શરૂઆતના કારોબારમાં IT અને ફાર્મા શેરોમાં ખરીદી જોવા મળી. સેન્સેક્સ 0.15 ટકા વધીને 80,657 પોઈન્ટ પર પહોંચ્યો હતો. નિફ્ટી 50 ઈન્ડેક્સ 21 પોઈન્ટ અથવા 0.08 ટકા વધીને 24,638 પોઈન્ટ પર પહોંચ્યો હતો. વ્યાપક બજાર સૂચકાંકોમાં, BSE સ્મોલકેપ 0.12 ટકા અને BSE મિડકેપ 0.30 ટકા વધ્યો.

નિફ્ટી મેટલ 1.05% ઘટ્યો, નિફ્ટી આઇટી 0.76% અને નિફ્ટી ફાર્મા 0.93% વધ્યા

Gujarati

ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી, 7 જિલ્લાઓમાં શાળાઓમાં રજા

હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ભારે વરસાદ અંગે ચેતવણી જારી કરી છે. વિભાગે ગુરુવારે રાજ્યના તમામ 13 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. વહીવટીતંત્રે લોકોને મુસાફરી ટાળવા અને સાવધાની રાખવાની અપીલ કરી છે. નદીઓ અને નાળાઓના કિનારા નજીક જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. 

દેહરાદૂન, ટિહરી, પૌરી, હરિદ્વાર, નૈનીતાલ, બાગેશ્વર, ચંપાવત અને ઉધમ સિંહ નગર માટે રેડ એલર્ટ 

Gujarati

હિમાચલના કિન્નૌરમાં સેનાના સાહસિક ઓપરેશનથી ઘણા લોકોના જીવ બચ્યા

ભારતીય સેનાએ હિમાચલ પ્રદેશમાં નાગરિકોને બચાવવા માટે અદમ્ય હિંમત દર્શાવી હતી. મળતી માહિતી મુજબ, અંધકાર, મજબૂત પ્રવાહો અને અસ્થિર ભૂપ્રદેશ વચ્ચે સેનાના ઝડપી પ્રતિભાવને કારણે દુર્ઘટના ટળી ગઈ. હકીકતમાં, હિમાચલ પ્રદેશના પર્વતીય કિન્નૌર જિલ્લામાં હોજિસ લુંગપા નાલા ભારે વરસાદને કારણે પૂરમાં હતો.

આ ઘટના બુધવારે સાંજે 7 વાગ્યાની આસપાસ બની હતી. ઋષિ ડોગરી ખીણના ઊંચાણવાળા વિસ્તારોમાં વાદળ ફાટવાથી આવેલા પૂરમાં સતલુજ નદી પરનો પુલ વહી ગયો હતો અને એક વ્યક્તિ ઘાયલ થયો હતો. એવું નોંધાયું હતું કે, આ સ્થળ CPWD હેઠળ ગંગથાંગ બ્રાલમ તરફ સક્રિય રોડ બાંધકામ ક્ષેત્ર હતું.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply