નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગિરનાર દરવાજાથી 3.5 કિલોમીટર ચાલી ખુલ્લા પગે ભવનાથ મંદિર સુધી ગયા હતા
આ પદયાત્રામાં નાયબ મુખ્યમંત્રીની સાથે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી અને જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને રાજ્ય ઉર્જા મંત્રી અને સહ પ્રભારી મંત્રી કૌશિક વેકરીયા પણ સહભાગી બન્યા હતા.સનાતન સંસ્કૃતિ અને આધ્યાત્મિક ચેતનાના પ્રતીક સમાન મહાશિવરાત્રી મેળાનો આજરોજ શુભારંભ થયો છે.