વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ 2026: વૈશ્વિક સિરામિક હબ મોરબીની પ્રગતિ ગાથા અને રોકાણની નવી તકો
મોરબીની ઉદ્યોગ ગાથા સંઘર્ષ અને સાહસિકતાનું પ્રતીક છે. એક સમયે પરંપરાગત કુંભારકામ અને નળિયા બનાવવા માટે જાણીતું મોરબી આજે વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું સિરામિક ક્લસ્ટર બની ગયું છે. 1970-80ના દાયકામાં શરૂ થયેલી આ સફર આજે હાઈ-ટેક વિટ્રિફાઇડ ટાઇલ્સ અને આધુનિક મશીનરી સુધી પહોંચી છે.ગુજરાતના કુલ સિરામિક ઉત્પાદનમાં મોરબી એકલું 90% હિસ્સો ધરાવે છે. આંકડાકીય દૃષ્ટિએ મોરબીની તાકાત નીચે મુજબ છે.અંદાજે 1200 સિરામિક એકમો.આશરે 60 લાખ ટન.9 લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર.