રાજ્યભરના 31 જિલ્લાઓમાં ‘સશક્ત નારી મેળા’ દ્વારા રૂ. 4 કરોડથી વધુ કિંમતના સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ
આ જિલ્લાઓમાં આયોજિત નારી મેળા દ્વારા રૂ. 4.10 કરોડની કિંમતની સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ કરીને ‘વન ડિસ્ટ્રીકટ, વન પ્રોડક્ટ’ યોજનાને નવી દિશા આપી છે.રાજ્યના ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ-GLPC દ્વારા ગત તા. 18 થી 23 ડિસેમ્બર-2025 દરમિયાન રાજ્યના 31 જિલ્લાઓમાં 3 થી 5 દિવસ સુધી નારી મેળાનું સફળ આયોજન કરીને ‘વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ’ યોજના અંતર્ગત દરેક જિલ્લાની વિશિષ્ટ ઓળખ એક જ છત નીચે ઉપલબ્ધ કરાવી છે. આ નારી મેળા દ્વારા વિવિધ જિલ્લાઓમાં કુલ 2,300 થી વધુ સ્ટોલની અંદાજે પાંચ લાખથી વધુ ભાઈ-બહેનોએ મુલાકાત કરીને વિવિધ ઉત્પાદનોની ખરીદી કરી છે.