ગુજરાતમાં પહેલી સંપૂર્ણ ડિજિટલ જનગણના-2027 ની તૈયારી: ડાયરેક્ટર સુજલ મયાત્રા દ્વારા સુરતમાં પૂર્વ-ટેસ્ટની સમીક્ષા
ડાયરેક્ટર મયાત્રાએ જણાવ્યું હતું કે, આ પૂર્વ-ટેસ્ટ જનગણના-2027ની તૈયારીના ભાગરૂપે કરવામાં આવી રહી છે, જે દેશની પહેલી સંપૂર્ણ રીતે ડિજિટલ અને પેપરલેસ જનગણના હશે.આ પૂર્વ-ટેસ્ટનું મુખ્ય લક્ષ્ય ક્ષેત્રીય પ્રક્રિયાઓનું મૂલ્યાંકન, ડિજિટલ એપ્લિકેશન્સનું પરીક્ષણ અને સંપૂર્ણ જનગણના પહેલાં ઓપરેશનલ પડકારોની ઓળખ કરવાનું છે.મયાત્રાએ ગણતરીદારો અને સુપરવાઈઝરો સાથે વાતચીત કરીને તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે 100 ટકા ડિજિટલ ડેટા સંગ્રહ સુનિશ્ચિત કરવા માટે મોબાઈલ એપ્લિકેશન્સના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું હતું અને ટેકનોલોજી દ્વારા કાર્યક્ષમતા, ચોકસાઈ તેમજ પારદર્શિતામાં વધારો કરવા પર ભાર મૂક્યો હતો.