Skip to main content
Settings Settings for Dark

Live TV

X

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે પોસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સામૂહિક રીતે 'વંદે માતરમ' ગાયુ

આ ક્રમમાં, 7 નવેમ્બરના રોજ અમદાવાદમાં પોસ્ટ વિભાગ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં, ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે પોસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મળીને 'વંદે માતરમ' ગાયું અને 'વંદે માતરમ'નું મહત્વ સમજાવ્યું. 

Gujarati

ગુજરાતની લિફ્ટ પાઇપલાઇન ટેક્નિકથી આદિવાસી વિસ્તારોમાં ખેતીનું ચિત્ર બદલાયુ

રાજ્ય સરકારે છેલ્લા 7 વર્ષમાં ₹5115 કરોડનો જંગી ખર્ચ કરીને આદિવાસી વિસ્તારમાં 1,39,510 એકરથી વધુ ખેતીની જમીનને સિંચાઈ પૂરી પાડી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે લિફ્ટ પાઇપલાઇન ટેક્નિક માટે માત્ર ત્રણ વર્ષ (2023, 2024 અને 2025)માં ₹2212 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. તો 2019, 2020, 2021 અને 2022માં રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારોમાં સિંચાઈ સુવિધાઓને વધુ સારી બનાવવા માટે ₹2903 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે.

Gujarati

ગુજરાતમાં રાસાયણિક ખેતીના કારણે કેન્સર થવાનો ખતરો વધ્યો છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યપાલએ 7 નવેમ્બરને રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉલ્લેખ કરીને ગુજરાતમાં કેન્સરના વધતા આંકડાઓ રજૂ કર્યા.ગુજરાત પ્રદેશ કેન્સર સોસાયટીના અધ્યક્ષ તરીકે તેમણે માહિતી આપી કે ગુજરાતમાં દરરોજ 790 નવા કેન્સરના દર્દીઓ સામે આવી રહ્યા છે.2020માં 70,000 કેન્સરના દર્દીઓ હતા, જે પાંચ વર્ષમાં વધીને પ્રતિ વર્ષ દોઢ લાખ નવા દર્દીઓ થઈ ગયા છે.પીએમ જન આયુષ્માન યોજના હેઠળ જ છેલ્લા એક વર્ષમાં 2.88 લાખ કેન્સરના દર્દીઓની સારવાર કરવામાં આવી હતી.તેમણે ચેતવણી આપી કે જો ભારતમાં રાસાયણિક ખેતી ચાલુ રહેશે, તો આગામી 7-8 વર્ષમાં કેન્સરનો ભયંકર વિસ્ફોટ થશે.તેમણે તમાકુ જેવી જીવલેણ રોગો પેદા કરતી ખેતી ન કરવા ખેડૂતોને વિ

Gujarati

કેન્સરની સર્જરી બાદ દર્દીઓને જરૂરી કીમોથેરાપી સારવાર માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં કીમોથેરાપી સેન્ટર્સ કાર્યરત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે તા.11 ઓક્ટોબર 2022ના રોજ આરોગ્ય તથા તબીબી સેવાઓને છેવાડાનાં મનુષ્ય સુધી પહોંચાડવા માટે કેટલીક સેવાઓનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતના છેવાડાના નાગરિકને કોઈ પણ ગંભીર રોગ સામે તબીબી સેવાઓનું રક્ષણ મળી રહે તે પ્રકારનું સતત આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની આગેવાનીમાં થઇ રહ્યું છે.    

Gujarati

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની રાજભવન ખાતે શુભેચ્છા મુલાકાત

રાજ્યપાલએ આ મુલાકાત દરમ્યાન જણાવ્યું કે, માન.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમો થઈ રહ્યા છે. આવા અભિયાનોથી પ્રકૃતિનું જતન અને સંવર્ધન થઈ રહ્યુ છે જે આવનારી પેઢી માટે અંત્યત જરૂરી છે. મંત્રીએ વન અને પર્યાવરણ વિભાગ હેઠળની વિવિધ યોજનાઓ તેમજ આગામી સમયમાં ગુજરાતનું ગ્રીન કવર વધુને વધુ વિસ્તરે તેવા આયોજનો અને નવા અભિગમો વિશે માહિતી આપી હતી. રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિ દ્વારા થતા ફાયદાઓ ગણાવી જમીન, જળ અને પર્યાવરણના સંરક્ષણના પ્રયાસોને વધુને વધુ પ્રોત્સાહન આપવા પર ભાર મુક્યો હતો.

Gujarati

લખપતના પુનરાજપર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું ઉલ્લાસભેર સ્વાગત

કચ્છના લખપત તાલુકાના પુનરાજપર ગામે ગ્રામજનોને સંબોધન કરતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યના 30 IPS ઉચ્ચ અધિકારીઓ પણ તેમની સાથે અલગ અલગ સરહદી ગામડાઓની મુલાકાત લઈ રહ્યા છે. આ ગામડાઓની મુલાકાત દરમિયાન શિક્ષણ, આરોગ્ય, સામાજિક આર્થિક પરિસ્થિતિ, માળખાકીય સુવિધાઓ સહિતના વિવિધ 40 જેટલા મુદ્દાઓ પર ગ્રામજનો સાથે ઉંડાણપૂર્વક ચર્ચા કરીને તેનો ડિટેઇલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

Gujarati

મહિલા વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરી મુલાકાત

બેઠક દરમિયાન, ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ખેલાડીઓ દ્વારા હસ્તાક્ષરિત જર્સી ભેટ આપી હતી. કેપ્ટને રાષ્ટ્રપતિ સાથે વર્લ્ડ કપ ટ્રોફી પકડીને ફોટોગ્રાફ પણ કરાવ્યા હતા. આખી ટીમે રાષ્ટ્રપતિ સાથે ફોટો સેશનમાં પણ ભાગ લીધો હતો.

બુધવારે અગાઉ, ભારતીય ટીમે 7 લોક કલ્યાણ માર્ગ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ ટીમને તેમની ઐતિહાસિક જીત બદલ અભિનંદન આપ્યા હતા અને ખેલાડીઓ સાથે લાંબી વાતચીત કરી હતી.

Gujarati

દિપકભાઈ પરમાર દ્વારા લીવર અને કોર્નિયાનું દાન કરવામાં આવ્યું : ત્રણ લોકોને નવજીવન મળ્યુ

ધારપુરના દિપક ભવાન પરમાર (ઉંમર 55 વર્ષ) ને તારીખ 6 નવેમ્બર ના રોજ બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આવા દુઃખદ સમયમાં પણ તેમના પરિવારજનો દ્વારા માનવતાના ઉત્તમ આદર્શરૂપે જરૂરીયાતમંદોને નવું જીવન આપી શકે તે માટે અંગદાન કરવાનો ઉમદા નિર્ણય લેવામાં આવ્યો હતો.

Gujarati

એકતા નગરનું ભારત પર્વ બન્યું સાંસ્કૃતિક એકતા અને કળાની ઉજવણીનું પ્રતિક

ત્યારે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સૂત્રને સાર્થક કરતા ભારત પર્વમાં ગોવાના હસ્તકલાકારે નાળિયેર કાછલીની હસ્તકલાએ સૌનું ધ્યાન કેન્દ્રિત કરી દરિયાઈ વિસ્તારની ઓળખ બની છે. ભારત પર્વમાં સહભાગી બનતા હસ્તકલાકાર વિજયદત્તા લોટલીકરે જણાવ્યું, એકતાનગર ખાતે ભારત પર્વમાં ભાગ લેવાનો અવસર મળ્યો છે. અહીં ગુજરાતના લોકો અને પર્યટકોનો પ્રતિસાદ અદભૂત રહ્યો. સૌએ અમારા ઉત્પાદનો પ્રત્યે ભારે રસ દાખવ્યો અને ઘણી ખરીદારી પણ કરી છે.તેઓએ વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા ‘વોકલ ફોર લોકલ’ અભિયાન થકી સ્વદેશી ઉત્પાદનોને નવું માર્કેટ મળ્યું છે.

Gujarati

રાષ્ટ્રીય ગીત વંદે માતરમના 150 વર્ષ: PM મોદી આજથી વર્ષભર ઉજવાતા કાર્યક્રમનો પ્રારંભ કરશે

પ્રધાનમંત્રી મોદી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ 7 નવેમ્બરથી 7 નવેમ્બર, 2026 સુધી વર્ષભર ચાલનારા રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો ઔપચારિક પ્રારંભ દર્શાવે છે, જે આ કાલાતીત રચનાની 150મી વર્ષગાંઠની ઉજવણી કરે છે. તેણે ભારતના સ્વતંત્રતા ચળવળને પ્રેરણા આપી અને રાષ્ટ્રીય ગૌરવ અને એકતાને જાળવી રાખી.

વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થયા

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
apply