બોટાદ જિલ્લાના ગઢડા, રાણપુર, બરવાળા અને બોટાદ તાલુકાઓમાં યોગ દિવસની ઉજવણી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોગને વૈશ્વિક ઓળખ મળી છે અને આજે વિશ્વના 177 થી વધુ દેશોમાં યોગ અપનાવવામાં આવી રહ્યો છે. દર વર્ષે 21 જૂનના રોજ ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આ વર્ષે “સ્વસ્થ જીવન માટે યોગ”ની થીમ હેઠળ બોટાદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.