વાસણા બેરેજના ગેટનું રીપેરીંગ કાર્ય પૂર્ણ થતાં સાબરમતી નદીમાં પાણી છોડવાની કામગીરી શરૂ
હાલમાં સાબરમતી નદીમાં નર્મદા અને જળ સંપત્તિ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પરિણામે આગામી દિવસોમાં સાબરમતી નદીમાં પાણીનું સ્તર ક્રમશઃ વધશે અને નદી ફરીથી જળસભર બનશે. નદીમાં પાણીનું આગમન થતાં રિવરફ્રન્ટ વિસ્તારનું સૌંદર્ય વધુ નીખરશે.પાણી ભરાવાની પ્રક્રિયા ચાલુ હોવાથી હાલમાં નદીના કેટલાક વિસ્તારોમાં પાણીનું સ્તર ઓછું છે અને તેમાં સતત વધારો થઈ રહેલ છે. જાહેર જનતાની સલામતીને ધ્યાનમાં રાખી નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે નદીના પટ, નીચાણવાળા વિસ્તારો, ઘાટો તથા પાણીના સ્તરમાં ફેરફાર થઈ શકે તેવા સ્થળોએ બિનજરૂરી અવરજવર અથવા પ્રવૃત્તિઓ ટાળે.