Skip to main content
Settings Settings for Dark

Live TV

X

ગુજરાત લોકભવનમાં આયોજિત ઐતિહાસિક શ્રીરામકથાનો ત્રીજો દિવસ

કથાના પ્રારંભમાં આચાર્યએ જણાવ્યું કે, મુનિ વિશ્વામિત્રના સિદ્ધ આશ્રમમાં શ્રીરામે અદભૂત પરાક્રમ દાખવીને રાક્ષસોનો સંહાર કર્યો. મારીચને પરાજિત કરી અને સુબાહુનો વધ કરીને તેમણે યજ્ઞની રક્ષા કરી. આચાર્યએ અહલ્યા ઉદ્ધારનો પ્રસંગ વર્ણવતા કહ્યું કે, શ્રીરામના સાનિધ્યથી અહલ્યાનું જીવન ધન્ય થઈ ગયું. કથાના મુખ્ય આકર્ષણ સમાન શ્રીરામ-જાનકી વિવાહનો પ્રસંગ વર્ણવતા તેમણે જણાવ્યું કે, રાજા જનકની શરત પૂર્ણ કરીને શ્રીરામે જ્યારે શિવધનુષ પર પ્રત્યંચા ચઢાવીને ખેંચી, ત્યારે શિવધનુષ તેમના બાહુબળ સામે તૂટી ગયું.

Gujarati

અમદાવાદ રથયાત્રા: AMC દ્વારા 13 કિમી લાંબા રૂટ પર સુરક્ષા, આરોગ્ય અને સફાઈનું વ્યાપક આયોજન

AMCના એસ્ટેટ વિભાગે રથયાત્રા રૂટ પર આવેલા  633 ભયજનક મકાનોને ચિહ્નિત કરી જાહેર ચેતવણીની નોટિસ લગાવી છે. અકસ્માત નિવારવા માટે આ મકાનો પાસે પોલીસ સાથે AMCના કર્મચારીઓ તૈનાત રહેશે અને ફિક્સ બેરિકેડિંગ કરવામાં આવશે. ઈજનેર વિભાગ દ્વારા રૂટ પર 1800 મીટર રોડ રીસરફેસિંગ, પેચવર્ક અને ફૂટપાથ રિઇન્સ્ટેટમેન્ટની કામગીરી પૂર્ણ કરાઈ છે. આ ઉપરાંત, રૂટ પર 560 વધારાની ફ્લડલાઇટ્સ અને 11 ડીઝલ જનરેટર સેટની વ્યવસ્થા કરાઈ છે.યાત્રાળુઓની સુવિધા માટે 15 મેડિકલ ઓફિસર અને 100 કર્મચારીઓ સાથે 7 મોબાઇલ મેડિકલ વાન કાર્યરત રહેશે. ફાયર વિભાગના 203 કર્મચારીઓ સતત ફરજ પર તૈનાત રહીને સુરક્ષા સુનિશ્ચિત કરશે.

Gujarati

વિકસિત ભારત 2047 ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ખાનગી રોકાણ અને નિકાસ વૃદ્ધિ મહત્વપૂર્ણ છે: EAC-PM અધ્યક્ષ

રાષ્ટ્રીય રાજધાનીમાં FICCI ઇન્ડિયાના એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા, તેમણે કહ્યું, "ખાનગી ક્ષેત્રનું રોકાણ અને વધેલી નિકાસ બંને મહત્વપૂર્ણ છે." દેવે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં હાથ ધરવામાં આવેલા માળખાકીય સુધારાઓએ આ દિશામાં પ્રગતિનો પાયો નાખ્યો છે.

Gujarati

દસાડાના એછવાડા બસ સ્ટેન્ડ પાસે ગમખ્વાર અકસ્માત: રિક્ષા અને ટ્રેલર વચ્ચેની ટક્કરમાં ત્રણના મોત

આ ગોઝારા અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.પ્રાપ્ત માહિતી અનુસાર, એછવાડા ગામના પાટીયા પાસે ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષામાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયા હતા. મૃતકોની ઓળખ પાટણ જિલ્લાના સમી તાલુકાના ટુવડ ગામના વતની તરીકે થઈ છે, જેમાં કિરણભાઈ વઢેર, બળદેવભાઈ ઠાકોર અને ભરતભાઈ ગગજીભાઈ સિંધવનો સમાવેશ થાય છે.અકસ્માતની જાણ થતા જ દસાડા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે પાટડીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. દસાડા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Gujarati

રાષ્ટ્રીય રમતગમત બોર્ડના અધ્યક્ષ અને બે સભ્યોના પદ માટે આવી છે અરજીઓ મંગાવવામાં

યોગ્ય વ્યક્તિઓ ઑનલાઇન પોર્ટલ https://sports.yas.gov.in/application_app દ્વારા અરજી કરી શકે છે. અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ, 2026 છે.કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતગમત બોર્ડના અધ્યક્ષ અને બે સભ્યોના પદો પર નિમણૂકો રાષ્ટ્રીય રમતગમત બોર્ડ (સર્ચ-કમ-પસંદગી સમિતિ) નિયમો, 2026 ના નિયમ 3(3) હેઠળ રચાયેલી શોધ-કમ-પસંદગી સમિતિની ભલામણોના આધારે કરવામાં આવશે. આ સમિતિમાં જાહેર વહીવટ, રમતગમત વહીવટ, રમતગમત કાયદો અને અન્ય સંબંધિત ક્ષેત્રોમાં જ્ઞાન અથવા વ્યવહારુ અનુભવ ધરાવતા લાયક, પ્રામાણિક અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સમાવેશ થશે.

Gujarati

બે ભારતીય યુદ્ધ જહાજો વિયેતનામ પહોંચ્યા; નૌકાદળ સહયોગને વેગ મળશે

આ યુદ્ધ જહાજો સ્વદેશી રીતે ડિઝાઇન અને બનાવવામાં આવ્યા છે. નૌકાદળની ટુકડીનું નેતૃત્વ પૂર્વીય કાફલાના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ રીઅર એડમિરલ આલોક આનંદ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, આ જમાવટનો ભાગ, INS ઉદયગિરી, એક અત્યાધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ છે, જ્યારે INS કવરતી એક અદ્યતન કોર્વેટ છે જે સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતાઓથી સજ્જ છે. બંને યુદ્ધ જહાજો ભારતના સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન કૌશલ્ય અને આત્મનિર્ભર નૌકાદળ શક્તિનું ઉદાહરણ આપે છે. પોર્ટ કોલ દરમિયાન, ભારતીય નૌકાદળ અને વિયેતનામ પીપલ્સ નેવી વચ્ચે વિવિધ વ્યાવસાયિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

Gujarati

ચોમાસામાં માર્ગ સલામતી માટે AMCની નવી પહેલ: ડાયવર્ઝન અને જોખમી સ્થળોએ કરાશે ટ્રાફિક માર્શલ તૈનાત

વરસાદી મોસમ દરમિયાન રસ્તાઓ પર ચાલી રહેલી વિવિધ કામગીરી, ડાયવર્ઝન તેમજ અકસ્માતની સંભાવના ધરાવતા સ્થળોએ ટ્રાફિક માર્શલ તૈનાત કરીને વાહનચાલકોને અગાઉથી જ ચેતવણી અને માર્ગદર્શન આપવામાં આવશે.આ પહેલના ભાગરૂપે હાલમાં શહેરના પંચવટી અને પાંજરાપોળ વિસ્તારોમાં ચાલી રહેલી માર્ગ કામગીરીના સ્થળોએ કુલ 4 ટ્રાફિક માર્શલ તૈનાત કરવામાં આવ્યા છે. આ ટ્રાફિક માર્શલ વાહનચાલકોને આગળ માર્ગમાં ડાયવર્ઝન હોવાની માહિતી સમયસર આપશે તેમજ ટ્રાફિકના સરળ સંચાલનમાં મદદરૂપ બનશે. જેના પરિણામે વાહનચાલકોને અચાનક ડાયવર્ઝનનો સામનો કરવો નહીં પડે અને ટ્રાફિક વ્યવસ્થામાં અવરોધ પણ ઓછો થશે.

Gujarati

પ્રવેશોત્સવના ફલ સ્વરૂપ બાળકો આજે ઉચ્ચ શિક્ષણ મેળવી વિવિધ ક્ષેત્રે ઉચ્ચ પદો પર બિરાજતા થયા:કૃષિ મંત્રી જીતુ વાઘાણી

રાજ્યભરની 38,000  થી વધુ શાળાઓમાં એક જ દિવસમાં 28 લાખથી વધુ બાળકોનું શિક્ષણમાં આગમન થયું છે. મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી દ્વારા શરૂ કરાયેલ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ઉત્સવને કારણે આજે સરકારી શાળાના વિદ્યાર્થીઓ IAS, IPS અને ઉચ્ચ સરકારી હોદ્દાઓ પર પહોંચી રહ્યા છે.શિક્ષણની સાથે આરોગ્ય તપાસણી, પ્રાકૃતિક ખેતી, સ્વચ્છતા અને પર્યાવરણના જતનને જીવનમાં ઉતારવા મંત્રીએ બાળકોને આહવાન કર્યું હતું.ગાંધીનગરના 15,000 થી વધુ વિદ્યાર્થીઓને 'એક વૃક્ષ' વાવી તેના જતનનો સંકલ્પ લેવા અનુરોધ કરાયો હતો.કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Gujarati

તણાવ અને સુરક્ષા પડકારોનો સામનો કરી રહેલા વિશ્વમાં BRICS એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે: અજિત ડોભાલ

BRICS રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની 16મી બેઠકમાં, NSA અજિત ડોભાલે તેમના સમકક્ષોનું સ્વાગત કર્યું અને સભ્ય રાષ્ટ્રો વચ્ચે સહયોગને મજબૂત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે જૂથની અંદર સહયોગને આગળ વધારવામાં સતત જોડાણ અને સમર્થન માટે ભાગ લેનારા દેશોનો આભાર માન્યો.પોતાનું ભાષણ શરૂ કરતા, NSA અજિત ડોભાલે કહ્યું, "આજે તમારી હાજરી અને BRICS રાષ્ટ્રો વચ્ચે સહયોગને મજબૂત કરવા માટે તમારી અડગ પ્રતિબદ્ધતા બદલ હું તમારા બધાનો આભાર માનું છું."

Gujarati

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ

જેમાં કમિશનર  ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી સચિવ ડો.ધવલકુમાર પટેલે દ્વારકા તાલુકાના ખતુંબા પ્રાથમિક શાળા ખાતે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1ના ભૂલકાંઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવવાનો મુખ્ય ઉદેશ્યની વાત કરીને પ્રભારી સચિવ  ડો.ધવલ પટેલે ગામના સર્વે નાગરિકોને પોતાના દીકરા-દીકરીને કોલેજ સુઘી શિક્ષણ પૂર્ણ કરાવવા માટે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
apply