Skip to main content
Settings Settings for Dark

Live TV

X

મધ્ય ગુજરાત બન્યું વૈશ્વિક વેપાર અને નિકાસનું શક્તિશાળી કેન્દ્ર

ગુજરાતના આર્થિક વિકાસમાં અગ્રણી ભૂમિકા ભજવતો મધ્ય ગુજરાત પ્રદેશ આજે વૈશ્વિક વેપાર અને નિકાસ ક્ષેત્રે પોતાની મજબૂત ઓળખ સ્થાપિત કરી રહ્યો છે. આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – મધ્ય ગુજરાત, જે તારીખ 29 અને 30 જૂન દરમિયાન વડોદરાની GSFC યુનિવર્સિટી ખાતે યોજાશે....જે પ્રદેશની ઔદ્યોગિક શક્તિ, નિકાસ ક્ષમતા અને રોકાણલક્ષી સંભાવનાઓને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરવાનું મહત્ત્વપૂર્ણ મંચ બનશે.

Gujarati

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી પાંચ દિવસ મધ્યપ્રદેશના પ્રવાસે, CM મોહન યાદવે કર્યું સ્વાગત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ મધ્યપ્રદેશના આજથી પાંચ દિવસના પ્રવાસ માટે ઇન્દોર પહોંચ્યા હતા. રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને મુખ્યમંત્રી મોહન યાદવે એરપોર્ટ પર રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા માટે ઇન્દોર પહોંચેલા મુખ્યમંત્રી યાદવે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ તેમના રોકાણ દરમિયાન ચિત્તા પ્રોજેક્ટની પણ મુલાકાત લેશે.

Gujarati

PM મોદીએ G7માં સલામતી અને સર્વસમાવેશીતા પર ભાર મૂકતા AI પર ભારતનું 'માનવ' વિઝન રજૂ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G7 સમિટના "AIના સલામત, ઝડપી અને કાર્યક્ષમ રોલઆઉટને સુનિશ્ચિત કરવા" વિષય પર આઉટરીચ સત્રને સંબોધિત કર્યું. તેમણે કહ્યું કે, AI એક પરિવર્તનશીલ શક્તિ છે જે માનવ સંસ્કૃતિના માર્ગને ફરીથી વ્યાખ્યાયિત કરવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ તેનો ઉદ્દેશ્ય લોકોને સશક્ત બનાવવાનો પણ હોવો જોઈએ.

AI માટે ભારતના 'માનવ' વિઝનનો ઉલ્લેખ

Gujarati

ભારતે સતત બીજી વખત મહિલા T20 વર્લ્ડ કપ જીત્યો, નેધરલેન્ડ્સને 95 રનથી હરાવ્યુ

મહિલા વર્લ્ડ કપમાં આ ભારતનો રન માર્જિનથી સૌથી મોટો વિજય છે.ભારતે 9 ઓક્ટોબર, 2024 ના રોજ શ્રીલંકા સામે T20 વર્લ્ડ કપ મેચ 82 રનથી અને 30 માર્ચ, 2014 ના રોજ બાંગ્લાદેશ સામે 79 રનથી જીત મેળવી હતી.ટોસ હારીને બેટિંગ કરવાનો નિર્ણય લીધા પછી, ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવીને 209 રન બનાવ્યા. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની ઓપનિંગ જોડીએ ભારતને મજબૂત શરૂઆત અપાવી. બંને ખેલાડીઓએ 70 બોલમાં 115 રનની ભાગીદારી કરી.શેફાલી 38 બોલમાં 10 ચોગ્ગા સાથે 55 રન બનાવી આઉટ થઈ ગઈ, ત્યારબાદ મંધાનાએ જેમીમા રોડ્રિગ્ઝ સાથે બીજી વિકેટ માટે 26 બોલમાં 47 રન ઉમેર્યા.

Gujarati

જન ઔષધિ યોજના એક મોટી સફળતા છે, જેમાં 12 વર્ષમાં જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા 19,200 ને વટાવી

રસાયણ અને ખાતર મંત્રાલય અનુસાર, 2014 માં, દેશભરમાં ફક્ત 84 જન ઔષધિ કેન્દ્રો (JAK) કાર્યરત હતા, જ્યારે 2026 સુધીમાં, તેમની સંખ્યા વધીને 19,200 થી વધુ થઈ ગઈ છે. આ વિસ્તરણથી લાખો નાગરિકોને પોષણક્ષમ ભાવે ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત થઈ છે.

Gujarati

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ‘પ્રગતિ પથ યાત્રા’ યોજાઈ, પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાએ રમત સંકુલ અને ગ્રંથાલયની મુલાકાત લીધી

આ યાત્રા અંતર્ગત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ તેમજ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાએ ખંભાળિયા ખાતે સ્થિત નવનિર્મિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. મંત્રીએ ત્યાં ઉપલબ્ધ ઇન્ડોર રમતો જેવી કે, બાસ્કેટ બોલ કોર્ટ, બેડમિંટન કોર્ટ, ટેબલ ટેનિસ હોલ, જીમ તેમજ આઉટડોર રમતો માટે લોન ટેનિસ કોર્ટ, કબડ્ડી, ખો-ખો, વૉલીબૉલ અને 400 મીટર એથલેટિક ટ્રેક સહિતની સુવિધાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.રમત સંકુલની મુલાકાત બાદ પ્રભારી મંત્રી અને અન્ય મહાનુભાવોએ જિલ્લાના અદ્યતન સરકારી જિલ્લા ગ્રંથાલયની મુલાકાત લીધી હતી.

Gujarati

કેનેડાથી પરત ફરેલા ડૉ. નરેન્દ્ર ઘેલાણીએ વડોદરામાં શરૂ કરી જૈવિક ખાતરની કંપની, ખેડૂતોને આપ્યું મોટું યોગદાન

“ઝેર મુક્ત ખેતી, કેન્સર મુક્ત જીવન” ના ઉદાત્ત ધ્યેય સાથે કાર્યરત આ કંપની માત્ર એક સૂત્ર નહીં, પરંતુ ખેડૂતો અને સમાજના આરોગ્ય પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “જૈવિક ભારત”ના વિઝનથી પ્રેરાઈને આ કંપની ભારતીય કૃષિને વધુ સુરક્ષિત, વૈજ્ઞાનિક અને પર્યાવરણમૈત્રી બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે.કંપનીના સ્થાપક ડૉ. નરેન્દ્ર ઘેલાણી કેનેડામાં દોઢ દાયકો (15 વર્ષ) વિતાવ્યા બાદ એક મોટા સામાજિક હેતુ સાથે ભારત પરત ફર્યા છે.

Gujarati

વિકસિત ભારતના સંકલ્પ સાથે જામનગરમાં રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં યોજાઈ વિશાળ યોગ શિબિર

 કાર્યક્રમ દરમિયાન અનુભવી યોગ ટ્રેનરો દ્વારા રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજા સહિતના મહાનુભાવો અને સેનાના જવાનોને  વિવિધ યોગાસનો, પ્રાણાયામ તેમજ ધ્યાનની ક્રિયાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટ્રેનરોએ યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો અંગે વિસ્તૃત માહિતી આપી સૌને નિયમિત યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો. તેમના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિતોએ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસ કરી સ્વસ્થ, તંદુરસ્ત અને નિરોગી જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

Gujarati

નવસારીની આઈ.ટી.આઈ. બિલીમોરા ડ્રોન પાઇલટ કોર્સમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ, પશ્ચિમ ભારતનો સર્વશ્રેષ્ઠ મળ્યો એવોર્ડ

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) માન્ય ડ્રોન પાઇલટ કોર્સ ચલાવતી આ સમગ્ર ગુજરાતની એકમાત્ર સરકારી સંસ્થા બની છે, જેણે 94.04ટકા જેવા ઝળહળતા પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ અસાધારણ સફળતા બદલ સંસ્થાને રાષ્ટ્રીય કક્ષાએ પશ્ચિમ ઝોનનો 'બેસ્ટ પરફોર્મિંગ એવોર્ડ' તેમજ રાજ્ય સરકાર તરફથી ₹11 લાખનું રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યું છે.

Gujarati

મેઘમહેર: પંચમહાલ જિલ્લામાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ, ઘોઘંબા અને જાંબુઘોડામાં બે ઇંચ

ખાસ કરીને ઘોઘંબા પંથકના પૂર્વ વિસ્તારમાં રાત્રિ દરમિયાન શરૂ થયેલું મેઘરાજાનું અવિરત આગમન વહેલી સવાર સુધી જારી રહ્યું હતું. ઘોઘંબા અને જાંબુઘોડા પંથકમાં બે-બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
apply