આંગણવાડીમાં બાળકોને 4 કલાકના દૈનિક સમયપત્રક મુજબ રમત-ગમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાશે
મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો. મનીષાબેન વકીલની અધ્યક્ષતામાં મળેલી સ્ટેટ ઈ.સી.સી.ઈ. (ECCE) કાઉન્સિલની બેઠકમાં નવા પૂર્વ પ્રાથમિક શિક્ષણ અભ્યાસક્રમ ઉપરાંત બાળકોના વિકાસના માપદંડ ધરાવતી પુસ્તિકા “મારી વિકાસ યાત્રા”ને પણ મંજૂરી આપવામાં આવી છે.આ પ્રસંગે મંત્રી ડૉ. મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસ અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રતિબદ્ધ છે. ‘આધારશિલા’ અભ્યાસક્રમ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે. આ સાથે ‘મારી વિકાસ યાત્રા’ પુસ્તિકા દ્વારા દરેક બાળકના વિકાસનું વ્યક્તિગત મૂલ્યાંકન પણ કરવામાં આવશે.