Skip to main content
Settings Settings for Dark

Live TV

X

ભારત-યુકે વેપાર કરારમાં ફાર્મા અને કેમિકલ ક્ષેત્રને આપશે પ્રોત્સાહન

આ કરાર હેઠળ, બંને ક્ષેત્રોને શૂન્ય ડ્યુટી બજાર પ્રવેશ મળશે, જે યુકેમાં ભારતીય ઉત્પાદનોને વધુ સ્પર્ધાત્મક બનાવશે. આ મુક્ત વેપાર કરાર (CETA) પર આજે ગુરુવારે લંડનમાં પ્રધાનમંત્રી અને યુકેના પ્રધાનમંત્રી કીર સ્ટારમર વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

શૂન્ય ડ્યુટીથી ફાર્મા ક્ષેત્રને લાભ થાય છે

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે કર્યો સંવાદ

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ નડાબેટ બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાં BSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. 

Gujarati

નવા પાસપોર્ટ રેન્કિંગમાં ભારત 85મા ક્રમેથી 77મા ક્રમે આવ્યો

હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 મુજબ, સિંગાપોર વિશ્વ પાસપોર્ટ રેન્કિંગમાં ટોચ પર છે, જ્યારે જાપાન અને દક્ષિણ કોરિયા બીજા સ્થાને છે. આ ઉપરાંત, ભારત અને યુએઈ જેવા દેશોએ પાસપોર્ટ રેન્કિંગમાં મોટો ઉછાળો નોંધાવ્યો છે. છ મહિનામાં ભારત 85મા ક્રમેથી 77મા ક્રમે પહોંચી ગયું છે.

પાકિસ્તાનનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી નબળો છે

Gujarati

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે કચ્છના શિણાઈ ખાતે રૂ.19.82 કરોડથી વધુના માળખાકીય કામોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ

કચ્છ પોલીસને શ્રેષ્ઠ કામગીરી બદલ અભિનંદન આપીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પોલીસે જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામ કરનારા દબાણકર્તાઓ અને અસામાજિક તત્વો સામે નીડરતાથી કડક પગલાં લીધા છે. ગૃહ રાજ્યમંત્રીએ ઉમેર્યું કે, ગુજરાત પોલીસ કોઈપણ પ્રકારના ગેરકાયદે જમીન દબાણને ચલાવી લેશે નહીં. કચ્છ પોલીસની ધાક બેસાડતી કાયદાકીય કાર્યવાહી સાથે ગૌસેવા,શિક્ષણ વગેરે સામાજિક કાર્યોને ગૃહ રાજ્યમંત્રીએ બિરદાવ્યા હતા. 

Gujarati

જુલાઈમાં ભારતનો મેન્યુફેક્ચરિંગ PMI 60.7 હતો, ખાનગી ક્ષેત્રની મોટી ભાગીદારી

ગુરુવારે જાહેર કરાયેલ HSBC ફ્લેશ ઈન્ડિયા કમ્પોઝિટ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI) માં આ માહિતી આપવામાં આવી હતી.S&P ગ્લોબલ દ્વારા સંકલિત HSBC ફ્લેશ ઈન્ડિયા કમ્પોઝિટ PMI જુલાઈમાં 60.7 હતો, જે જૂનમાં 58.4 હતો. મેન્યુફેક્ચરિંગ PMI ઇન્ડેક્સ જૂનમાં 58.4 થી વધીને જુલાઈમાં 59.2 થયો. આ લગભગ સાડા 17 વર્ષમાં મેન્યુફેક્ચરિંગ PMIનું ઉચ્ચતમ સ્તર છે.

સેવાઓ PMI જુલાઈમાં 59.8 પર રહ્યો, જે જૂનમાં 60.4 હતો

Gujarati

શિક્ષણ રાજ્ય મંત્રીએ શિક્ષકોને જવાબદારી સોંપતો પરિપત્ર તાત્કાલિક ધોરણે રદ કરવા આપી સૂચના

રાજકોટ જિલ્લાના ઘેલા સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થે આવતા મહત્વપૂર્ણ મહાનુભાવોના ભોજન સંચાલન માટે જસદણના પ્રાંત અધિકારી દ્વારા શાળાના આચાર્યો અને શિક્ષકોને સોંપવામાં આવેલી ફરજનો પરિપત્ર ધ્યાને આવતા શિક્ષણ રાજ્ય મંત્રી  પ્રફુલભાઈ પાનસેરિયાએ તાત્કાલિક ધોરણે આ પરિપત્ર રદ કરવાના આદેશ આપ્યા છે.આ સંદર્ભે પોતાનો પ્રતિભાવ આપતા શિક્ષણ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કરતા શિક્ષકોને શિક્ષણકાર્ય ઉપરાંત લોકમેળામાં મહાનુભાવોના ભોજન સંચાલનની જવાબદારી સોંપવી બિલકુલ અયોગ્ય છે.

Gujarati

ગુજરાતના 8 શહેરો સહિત સમગ્ર રાજ્ય માટે લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન પૂર્ણતાના આરે : ઉદ્યોગ મંત્રી

આ માસ્ટર પ્લાન પરિપૂર્ણ થતાં ઉદ્યોગો માટે માલસામાનના પરિવહનની જરૂરિયાતને ઓળખીને તેમાં સુધારો કરવાની સાથેસાથે શેલ્ફ ઓફ પ્રોજેક્ટને તૈયાર કરવામાં મદદરૂપ પણ થશે, તેમ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે GIDBની સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું. ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ-GIDBની લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ સહિતની વિવિધ પ્રવૃત્તિઓની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારની એજન્સીઓ દ્વારા અમલમાં મુકવામાં આવતા મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સ કે જેમનું મૂલ્ય રૂ.

Gujarati

ખેડૂતોએ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓ માત્ર અધિકૃત લાયસન્સ ધરાવતી સંસ્થા કે વિક્રેતા પાસેથી જ ખરીદવી

આ દરમિયાન રાજ્યના ખેડૂતોએ વાવણી માટે બિયારણ, સારા ઉત્પાદન માટે ખાતર અને રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે વિશેષ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. રાજ્યની ખેતી નિયામક કચેરીના જણાવ્યા અનુસાર ખેડૂતોએ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓ માત્ર અધિકૃત લાયસન્સ અથવા પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઇપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય ખેતી માટે જરૂરી ઇનપુટોની ખરીદી કરવી નહી. જેથી, છેતરપીંડીથી બચી શકાય.

Gujarati

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 58.19 ટકા તેમજ અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 60 ટકા કરતાં વધુ ભરાયા

જે અંતર્ગત છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ વરસાદ નોંધાયો છે. વધુમાં આજે, તા. 23 જુલાઇ, 2025ના રોજ સવારે 10:00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 54.67 ટકા જેટલો નોંધાયો છે. 

Gujarati

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, વરસાદ અને રસ્તાના સમારકામ અંગે ચર્ચા થઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી છે. આ બેઠકમાં ગંભીરા બ્રીજ દૂર્ઘટના બાદ બ્રીજના સર્વેની સ્થિતિ પર સમીક્ષા કરવામાં આવી હોય તેવી સંભાવના છે. ઉપરાંત ખરાબ માર્ગો સંદર્ભે મુખ્યમંત્રીએ આપેલી સૂચના બાદ હાથ ધરાયેલા કામો પર સમીક્ષા કરવામાં આવી. તો સાથે જ રાજ્યમાં વરસાદ તથા જળાશયોની સ્થિતિ, ખરીફ વાવેતર તથા ખાતરની તંગી સહિત રાજ્યભરમાં આગામી આયોજનો અને નીતિગત વિષયો પર ચર્ચા કરવામાં આવી.

CMના સૂચનોને પગલે તંત્ર એકશનમાં

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply