ખેડા પોલીસની ‘રક્ષક’ભૂમિકા: સચોટ આયોજનથી બે મહિનામાં 14 અમૂલ્ય જિંદગીઓ બચાવી
અકસ્માતોનું ઊંડું વિશ્લેષણ, જોખમી વળાંકોમાં સુધારો અને ટ્રાફિક નિયમોના ચુસ્ત અમલ દ્વારા માત્ર બે જ મહિનામાં 14 અમૂલ્ય જિંદગીઓને મોતના મુખમાંથી બચાવી લેવામાં ખેડા પોલીસને ભગીરથ સફળતા મળી છે. દંડની કડકાઈ અને માનવીય સંવેદનાના સંગમથી જિલ્લાના માર્ગો હવે વધુ સુરક્ષિત બન્યા છે.પોલીસે અકસ્માતો ઘટાડવા માટે જિલ્લાના ૫ ‘બ્લેક સ્પોટ’ (અકસ્માત પ્રભવિત વિસ્તારો) ઓળખી કાઢ્યા છે. ત્યાં બ્લિંકિંગ લાઈટ્સ અને સાઈન બોર્ડ્સ લગાવીને માળખાગત ખામીઓ દૂર કરવામાં આવી છે. અકસ્માત માટે સવાર અને સાંજનો સમય વધુ ઘાતક જણાતા, હાઈવે પર ઈન્ટરસેપ્ટર વાહનો તૈનાત કરી નિયમભંગ કરનારા ચાલકો સામે લાલ આંખ કરવામાં આવી છે.