ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે રાજકોટમાં બીજી વન ડે મેચ, ભારત 1-0થી આગળ
રાજકોટમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે બીજી વન ડે મેચ રમાશે. ત્રણ મેચની સિરિઝમાં ટીમ ઈન્ડિયા 1-0થી આગળ છે. પહેલી મેચમાં ભવ્ય જીતથી ભારતીય ટીમમાં ઉત્સાહનો માહોલ છે. શહેરના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાનારી આ મેચમાં ટીમ ઈન્ડિયા વન ડે સિરિઝ જીતવાના ઈરાદા સાથે ઉતરશે, તો કિવિઝ ટીમ સિરિઝમાં બની રહેવા માટે મેદાનમાં ઉતરશે. રાજકોટમાં મેચને લઈ ક્રિકેટ રસીકોમાં અલગ આનંદ જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણના આનંદ વચ્ચે આજની મેચનો આનંદ માણવા માટે ક્રિકેટ રસીકોમાં જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. ભારતીય ટીમે રવિવારે વડોદરામાં ચાર વિકેટથી પહેલી મેચ જીતીને શ્રેણીમાં 1-0થી લીડ મેળવી હતી.